તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપદા:શેરખી વેલ પર 6 દિવસમાં 8 વાર વીજળી ડૂલ, પાંચ લાખ લોકોને પાણી મોડું મળ્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 21મેથી 28 મે સુધી 10 મિનિટથી લઈને 16 કલાક સુધીનો વીજકાપ
  • સમામાં ફોલ્ટ થતાં નિઝામપુરાથી ફતેગંજ સુધીના 25 હજાર લોકો પાણી માટે ટળવળ્યા

શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોને પીવાનું પાણી પુરું પાડતાં શેરખી ઇન્ટેક વેલ પાસે મે મહિનામાં દિવસમાં આઠથી દસ મિનિટથી લઈને 16 કલાક સુધી વીજળી ડૂલ થવાથી 5 લાખ નાગરિકોને પાણી મેળવવામાં મુશ્કેલી થઈ હતી.આ વીજ પુરવઠા માટે નો ફોલ્ટ રીપેર કરી કાયમી ઉકેલ લાવવા માટે પાલિકાએ બે વર્ષમાં પાંચમો પત્ર લખ્યો છે.

શહેરના અલકાપુરી,જેતલપુર,ગોરવા, ગોત્રી, અકોટા, જેપી રોડ, હરિનગર, વાસણા,તાંદળજા, સનફારમા રોડ,સુભાનપુરા,રેસકોર્સ,સમતા,લક્ષ્મીપુરા વિસ્તારને પાલિકાના પાણી પુરવઠા વિભાગ તરફથી શેરખી ઇન્ટેક વેલ ખાતે રોજ 75 એમએલડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તાઉ તે વાવાઝોડાના કારણે વીજ કંપનીઓ ના વીજ થાંભલા અને વાયર ઉપર વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને તેના કારણે સમગ્ર શહેરમાં પાણીની બૂમ પડી હતી.

પરંતુ શેરખી ઇન્ટેક્સ વેલ ખાતે વગર વાવાઝોડાએ વીજ પુરવઠો બંધ થઈ જતો હોવાનો ઘટસ્ફોટ થયો છે અને તેમાં પણ તા.21મેથી તા 28 મે સુધીના છ દિવસમાં આઠ વખત વીજ પુરવઠો રીતે બંધ થયો હતો અને તેના કારણે પાણીના ઉપાડની મુશ્કેલી ઊભી થઈ હતી. શેરખી નર્મદા કેનાલ નજીક વિદ્યુત સપ્લાયમાં વિક્ષેપ પાછળ કેબલ ફોલ્ટ હોવાનું ખુલ્યું હતું અને ત્યાં લગભગ 15 થી 18 જોઈન્ટ છે ત્યારે તેના કારણે વારંવાર ટ્રિપિંગ થઇ રહ્યું છે.

જેનો ઉકેલ લાવવા પાલિકાએ વીજ કંપનીને પાંચવાર પત્રો લખ્યા છે પણકોઈ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ સમા પાણી ટાંકીના ટ્રાન્સફોર્મરમાં સોમવારે સાંજે ચાર વાગે પાણી વિતરણ પૂર્વેજ ફોલ્ટ સર્જાયો હતો અને તેના કારણે સમયસર પાણી વિતરણ કરી શકાયું ન હતું જેના પગલે નિઝામપુરા,સમા અને ફતેગંજ વિસ્તારના 25 હજાર નાગરિકોને છ કલાક બાદ રાતે 10 વાગે પાણી મળ્યું હતું.

6 દિવસમાં ક્યારે વીજળી ડૂલ?

તારીખબંધશરૂસમયગાળો
21 મેસવારે 10.45સવારે 11.4055 મિનીટ
21 મેબપોરે 12.55બપોરે 1.0510 મિનીટ
21 મેબપોરે 3બપોરે 3.1010 મિનીટ
22 મેસવારે 9.10સવારે 9. 2010 મિનિટ
23 મેસવારે 10.45રાત્રે 10.3011.45 કલાક
24 મેરાતે 10.40સવારે. 10.1011.30 કલાક
26 મેરાતે. 10.45બપોરે 316.15 કલાક
28 મેસવારે 5.15બપોરે 1.308.15 કલાક

લાલબાગ ટાંકીથી નવાપુરા પાણી લઈ જવા મુદ્દે કોર્પોરેટરો ધૂંધવાયા
લાલબાગટાંકી સુધી પાણી લાવવાની પ્રક્રિયા હજી માંડ પૂરી થઈ છે ત્યારે ત્યાંથી પાણી નવાપુરા લઈ જવા ટેસ્ટિંગ શરૂ કરાયુંછે. વોર્ડ 17ના વિસ્તારોમાં હજી પૂરતું પાણી મળી રહ્યું નથી ત્યારે તેમના ભાગનું પાણી નવાપુરામાં લઈ જવાની વાત મળતા નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ સહિતના ચારેય કોર્પોરેટરો ચોંકી ઊઠયા હતા અને મંગળવારે સાંજે મ્. કમિશનર સમક્ષ ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં પાણી પુરવઠા વિભાગના ડે. ઇજનેર યોગેશ વસાવાનો ઉધડો લીધો હતો.

સ્પેર કેબલ નાખવા રજૂઆત કરાઇ છે
શેરખી પાસે વીજ પુરવઠો ઠપ થવા પાછળ કેબલ ફોલ્ટ હોવાનું ખુલ્યું છે.તેના માટે પાંચ વખત વીજ કંપનીને રજૂઆત કરીને કાયમી ઉકેલ લાવવા માટે જાણ કરી છે અને ખાસ કરીને સ્પેર કેબલ નાખવા રજૂઆત કરી છે. - અમૃત મકવાણા, એડી.સિટી.એન્જીનિયર(પા.પુ)

અમને પત્ર મળ્યો છે, કાર્યવાહી કરાશે
મને પાલિકાના પાણી પુરવઠા વિભાગ તરફથી વિદ્યુત સપ્લાયમાં વારંવાર થતા ટ્રીપિંગ અંગેનો પત્ર મળ્યો છે અને તેના પર ટૂંક સમયમાં કાર્યવાહી કરી સમસ્યાનો કામયી ઉકેલ લવાશે. - નિકુંજ શાહ,કાર્પાલક ઇજનેર એમજીવીસીએલ

અન્ય સમાચારો પણ છે...