જાહેરાત:આજે કારેલીબાગ, મકરપુરા સહિતના વિસ્તારમાં વીજકાપ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખથી વધુ લોકો 6 કલાક ગરમીમાં શેકાશે

વીજ સબસ્ટેશનમાં સમારકામની કામગીરી કરવાની હોવાથી રવિવારે 25થી વધુ ફીડરમાં 6 કલાકનો વીજકાપ રાખવામાં આવ્યો છે. તેના કારણે 2 લાખથી વધુ નાગરકોને ગરમીમાં શેકાવવાનો વારો આવશે. મકરપુરા 66 કેવી સબ સ્ટેશનમાં સમારકામને કારણે 13 ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા વડસર, કલાલી, કોટેશ્વર, માણેજા, મારેઠા, મકરપુરા જીઆઈડીસીમાં રવિવારે સવારે 7 થી 1 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

આ સિવાય દાંડિયાબજાર સબ ડિવિઝનના ક્લાભુવન ફીડરમાંથી પુરવઠો મેળવતા રાજમહેલ રોડ, શંકર ટેકરી, પીરામિતાર રોડ, મધ્યવર્તી સ્કૂલ રોડ, મરીમાતાનો ખાંચો, માણેકરાવ અખાડા રોડ વિસ્તારમાં સવારે 8 થી 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે.જ્યારે 66 કેવી હરણી સબ સ્ટેશનમાં કામગીરીને કારણે કારેલીબાગ એસડીના 8 ફીડર, ટાવર રોડ એસડીના 1 અને માંડવીના 2 ફીડરમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી પુરવઠો ઠપ્પ રહેશે. જેમાં આર્યકન્યા વિદ્યાલય રોડ, મુકતાનંદથી સંગમ ચાર રસ્તા, અંબાલાલ પાર્ક પેટ્રોલપંપની ગલી, બહુચરાજી મંદિર રોડ, ફતેપુરા, હાથીખાના, યાકુતપુરા, પાણીગેટ રોડ, છીપવાડ, સરસિયા તળાવ સહિતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...