વડોદરામાં ભરઉનાળે સમારકામ:આવતીકાલે બુધવારથી શનિવાર સુધી અકોટા, સમા, વાસણા, ફતેગંજ અને ગોરવામાં વીજકાપ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ચાર કલાકનો વીજકાપ રહેશે

ભરઉનાળે વીજળીની માંગમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવતીકાલ બુધવારથી શનિવાર સુધી સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીનો ચાર કલાક મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સમારકામ માટે વીજકાપ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. આ દિવસો દરમિયાન શહેરમાં મુખ્યત્વે અકોટા, સમા, વાસણા, ફતેગંજ અને ગોરવામાં વીજકાપ રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશભરના અનેક રાજ્યોમાં કોલસાની ઘટને કારણે આઠથી દસ કલાકનો વીજકાપ આપવામાં આવી રહ્યો છે. જોકે, ગુજરાતમાં કોલસાનો પુરવઠો હોવાનું સરકારે જણાવ્યું છે. હાલ તો વીજ કંપની દ્વારા સમારકામ માટે આ વીજકાપ જાહેર કર્યો હોવાનુ જણાવાયું છે.

4 મે બુધવારે અકોટા સબડિવીઝન, પવન ફીડરમાં વીજકાપ
મંગળબા પાર્ટી પ્લોટ, પીનાકીન પ્લાસ્ટીક, પવન ઇન્વેસ્ટમેન્ટ, કાન્હા કલાલી, ડીપીએસ, વિસેન્ઝા હાઇબ્રીઝ, મેટ્રીક્સ, સિધેશ્નર હેવન, આસોપાલવ, શ્રોફ ફાઉન્ડેશન, કલાલી ગામ, સમન્વય સંતોરિણી, વિસેન્ઝા હાઇડેક, ઓરોવિલા, વેદાન્ત લાઇફ સ્ટાઇલ, યજ્ઞપુરુષ, વિસ્ટોરિયા ગ્લોરી, ઓરોવિસ્ટા, ડિવાઇન ગેલેક્ષી, વેદાન્ત સનસાઇન, સત્વ સહજમાં વીજકાપ રહેશે.

4 મે બુધવારે સમા સબડિવિઝન, સમા ફિડરમાં વીજકાપ
સમા તલાવથી શાંતીનગર, સંજયનગરથી નવરચના સ્કૂલ, ઇ.એમ.ઇ. સુધીનો વિસ્તાર, સમા ગામ, સમા જલારામ મંદિરથી ગોકુલધામ સોસાયટી, રેવ્યુલેટ એપાર્ટમેન્ટ, દિપુ-કલ્પુ કોમ્પલેક્ષ, ફાર્ચ્યુન હાઇટ્સમાં સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

5 મે ગુરુવારે વાસણા સબડિવીઝન, એમ-ડી રોડ ફિડરમાં વીજકાપ
પેરિસનગર, વીઆઇપી સોસોયટી, પ્રથમ કોમ્પલેક્ષ, એમ-ડી રોડ, સાંઇનાથ, નિસર્ગ એપાર્ટમેન્ટ, મનોરથ, મધર સ્કૂલ, ઉત્કર્ષ સ્કૂલ, ઉદય પાર્ક, ધ નેસ્ટ

5 મે ગુરૂવારે ફતેગંજ સબડિવિઝનના ધરમસિંહ ફિડરમાં વીજકાપ
એન.જે.મેટલ, મિલન એસ્ટેટ, સત્યનારાયણ ટાઉનશીપ, બરોડા એસ્ટેટ, ફુલવાડી જકાતનાકા, રેલવે ડી કેબિન તરફનો વિસ્તાર, હાજી પાર્ક.

5 મે ગુરુવારે ગોરવા સબડિવિઝનના કરોડીયા રોડ ફિડરમાં વીજકાપ
સમશેર નગર, કરોડીયા રોડ, પૃથ્વી કોમ્પલેક્ષ, આશિર્વાદ સોસાયટી, જય નારાયણ સોસાયટી, ચિત્રકુટ સોસાયટી, મધુનગર ચાર રસ્તા, જગન્નાથપુરી

6 મે શુક્રવારે સમા સબડિવિઝનના અણુશક્તિ ફિડરમાં વીજકાપ
અખંડધારાથી અણુશક્તિ, પુષ્પક ટેનામેન્ટથી સોમેશ્વર, ઉમીયાનગરથી ચાણાક્યપુરી ચાર રસ્તા સુધીનો વિસ્તાર, પાનમ પ્રોજેક્ટ, અજય ફ્લેટ, અભિલાષા સ્કવેર સુધીનો વિસ્તાર.

7 મે શનિવારે વાસણા સબડિવિઝનના નિલામ્બર ફિડરમાં વીજકાપ
આધ્યા એરિસ, નિલામ્બર ગ્રાન્ડયોર, નિલામ્બર આરકોન, નવરચના ઇન્ટરેનશનલ યુનિવર્સિટી, સાંઘાણી સ્કાય, ગેલેક્ષી બંગ્લોઝ, વિસ્પ્રીંગ વુડ્સ, એરીસ્ટો બ્રોડ વે પ્રાઇડ, શાંતિનિકેતન, સિદ્ઘિ વિનાયક સોપાન, નિલામ્બર એલીફીસ, નિલામ્બર પાલ્મ, પ્રથમ સિટાડેલ, રિવેરા બંગ્લોઝ, એસ્સાર પેટ્રોલપંપ.

અન્ય સમાચારો પણ છે...