સત્સંગ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:વડોદરાના કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ પ્રસંગે પોથીયાત્રા નીકળી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો આજે સવારે ભવ્ય પોથીયાત્રા સાથે દબદબાભેર પ્રારંભ થયો - Divya Bhaskar
ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો આજે સવારે ભવ્ય પોથીયાત્રા સાથે દબદબાભેર પ્રારંભ થયો
  • PM મોદી 19 મેના રોજ સવારે 10 વાગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપશે

વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનો આજે સવારે ભવ્ય પોથીયાત્રા સાથે દબદબાભેર પ્રારંભ થયો હતો. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીહરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા.

17 -5 -22 મંગળવારે સાંજે 6:00 વાગે રાજ્યપાલ દેવવ્રત બપોર પછીના બીજા સેશનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 17- 5 -22 ના રોજ સવારે કારેલીબાગ મંદિરસ્થ ઘનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક તથા ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે સંતો, મહંતોના દર્શન આશીર્વચનનો લાભ મળશે. 20 મેના રોજ સાંજે 5 વાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે . વડાપ્રધાન મોદી 19 મેના રોજ સવારે 10 વાગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપશે.

આ ઉપરાંત તારીખ 19 મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. આ જ્ઞાનયજ્ઞમાં બાળકો, યુવકો, વડીલો, ભાઈઓ, બહેનો સૌ કોઈને આધ્યાત્મિક-પારિવારિક પોષણ મળી રહે એ માટે સતત સાત દિવસ વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો ભક્તો દ્વારા કથા,વાર્તા, જ્ઞાનગોષ્ઠિ,પ્રેઝન્ટેશન સહિત અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...