તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:‘આર્ટ ગેલેરી નહી તો વોટ નહી’ બદામડી બાગમાં જ 40 આર્ટિસ્ટનું પોસ્ટર પ્રદર્શન

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
‘ગેલેરીના નામે કૌભાંડ’ જેવા પોસ્ટર વડે આર્ટિસ્ટે વિરોધ પ્રદર્શન કર્યું. - Divya Bhaskar
‘ગેલેરીના નામે કૌભાંડ’ જેવા પોસ્ટર વડે આર્ટિસ્ટે વિરોધ પ્રદર્શન કર્યું.
 • કલાનગરીને વર્ષના 70 કલાકારોના એક્ઝિબિશન ન જોઇ શકવાનો ‌‌વસવસો
 • સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીમાં વર્ષે 70 એક્ઝિબિશન યોજાતા હતા

કલાનગરી વડોદરાના કલાકારોની વર્ષ 2016થી બદામડીબાગ સ્થિત સ્વામિ વિવેકાનંદ આર્ટ ગેલેરી કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે. કલાકારોએ આર્ટ ગેલેરીનો હક મેળવવાની લડત માટે સુરસાગર પાસેના ફૂટપાથ પર તેમની કલાનું પ્રદર્શન કર્યા બાદ બદામડી બાગ ખાતે 3 વર્ષમાં ત્રીજીવાર વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રદર્શનમાં વડોદરા આર્ટિસ્ટ પરિવાર અને અન્ય સિનિયર આર્ટિસ્ટ મળીને 40 કલાકારો જોડાયા હતા. વર્ષ દરમિયાન આશરે 70 એક્ઝિબિશન VMCની આર્ટ ગેલેરીમાં યોજાતા હતા. દરેક એક્ઝિબિશનને સરેરાશ 2000થી વધુ શહેરીજનો નિહાળવા જતા હતા.

પ્રાઇવેટ ગેલેરીમાં દિવસનું રૂ.10 હજાર ભાડું, સરકારી ગેલેરીમાં રૂ. 500
ફોટોગ્રાફર મનીષ વ્યાસે જણાવ્યું હતું કે, ગેલેરી માટે અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છે. 2015-16માં ગેલેરી જર્જરીત થઇ હતી તેથી ઓછા એક્ઝિબિશન થતા હતા. જ્યારે કલાકાર સોલો એક્ઝિબિશન કરે છે ત્યારે ગુજરાત સરકારની લલીત કલા એકેડેમી દ્વારા એક્ઝિબિશન આર્ટિસ્ટ ફોટોગ્રાફરને 25 હજારની ગ્રાન્ટ આપવામાં આવે છે.

પ્રાઇવેટ ગેલેરીનું એક દિવસનું ભાડુ 8 થી 10 હજાર હોય છે અને ઓછામાં ઓછુ ત્રણ દિવસ એક્ઝિબિશન કરવુ જરૂરી હોય છે. તેથી 25 હજારની ગ્રાન્ટ ભાડામાં જ વપરાય જાય છે. જ્યારે સ્વામી વિવેકાનંદ ગેલેરીનું એક દિવસનું ભાડુ ફક્ત રૂ 500 હતું. તેથી ગ્રાન્ટના રૂ.23500 કલાકાર તેમના એક્ઝિબિશનના ખર્ચ માટે ઉપયોગમાં લઇ શકતા હતા.

અમદાવાદમાં એક્ઝિબિશન કર્યું તો વિઝિટર્સ ઘટ્યાં
મનિષ વ્યાસે વધુમાં ઉમેર્યુ હતું કે, કલાકારોએ વડોદરામાં ગેલેરી ન હોવાથી અમદાવાદ, સુરત અને રાજકોટની કોર્પોરેશનની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરવાનું શરૂ કર્યું. અન્ય શહેરના લોકો ઓળખતા ન હોવાથી એક્ઝિબિશન નિહાળવા આવતા લોકોમાં પણ ઘટાડો થયો. તેથી વડોદરાના મોટાભાગના કલાકારોને લલીત કલા એકેડેમી દ્વારા અપાતી ગ્રાન્ટનો ફાયદો થતો નથી અને એક્ઝિબિશન પણ કરી શકતા નથી.

છેલ્લા 5 વર્ષથી રંગોળી એક્ઝિબિશન બંધ કર્યું
​​​​​​​શ્રંૃગાર રંગોળી ગ્રુપના લેખા પટેલે જણાવ્યું હતું કે, અમે 2016 સુધી 5 વર્ષથી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરતા હતા. આર્ટ ગેલેરી બંધ થતા એક્ઝિબિશન બંધ થયું. ગ્રુપમાં 15 મહિલાઓ છે અને 2016 સુધી દર વર્ષે દિવાળીનું રંગોળી એક્ઝિબિશનમાં દિવસના 800 લોકો નિહાળવા આવતા હતા. અન્ય એક્ઝિબિશન હોલમાં 2 વર્ષ એક્ઝિબિશન કર્યું, ફાયદો ન થતા કરવાનું બંધ કર્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો