કોરોનાવાઈરસ:1 જૂનથી ખાનગી દવાખાનામાં કોરોનાની સારવારની શક્યતા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને પોષાય તેવા દરે સારવાર પર ભાર મૂકાયો
  • ખાનગી હોસ્પિટલો અને કન્સલ્ટન્ટ્સ સાથે મિટિંગ થઈ

લોકડાઉન હળવું થતાં લોકોની અવરજવર બેફામ બનતાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. આગામી દિવસોમાં સ્ફોટક સ્થિતિ બને તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો કરાયાં છે. જેના ભાગરૂપે 1 જૂનથી વધુ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ થઇ શકે તેવી પૂરી શક્યતા છે. આજે મંગળવારે તંત્રે ખાનગી હોસ્પિટલો અને કન્સલ્ટન્ટ્સના એક એસોસિયેશન સેતુ સાથે બેઠક યોજી હતી. ખાનગી દવાખાના કોરોનાની સારવાર દર્દીઓને પોસાય તેવા દરોમાં કરે તે બાબત પર વિશેષ ભાર મૂકાયો હતો. આ મુદ્દે સેતુ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી જણાવ્યું કે, બે દિવસમાં તેઓ પોતાના સભ્યો સાથે આ મુદ્દે બેઠક અને પરામર્શન કરી નિર્ણય લેશે. બીજી તરફ તંત્ર દ્વારા કોરોના સામેની લડાઇનો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. 1 જૂનથી 31 જુલાઇના ત્રીજા તબક્કામાં આઇએમએના સહયોગથી 5 લાખ હાઇરિસ્ક લોકોને શોધવાની જાહેરાત કરાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...