કોરોનાવાઈરસ / છેલ્લા 29 દિવસમાં ટેસ્ટિંગ સામે પોઝિટિવનો રેટ બમણો, 20.23%

Positive rate against testing doubles in last 29 days, 20.23%
X
Positive rate against testing doubles in last 29 days, 20.23%

  • વડોદરામાં અનલોક-1માં કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો
  • 20 માર્ચથી 31 મે,ટકાવારી 11.39%, 9,279 સેમ્પલ, 1,057 પોઝિટિવ
  • 1 જૂનથી 29 જૂન, ટકાવારી 20.23%, 5,786 સેમ્પલ,1,171 પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:56 AM IST

વડોદરા. અનલોક બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું નોંધાયેલા કેસો પરથી ફલિત થઇ રહ્યું છે. જેમાં પોઝિટિવ કેસનો રેટ ડબલ થઇ ગયો છે. શહેર અને જિલ્લામાં 20 માર્ચથી લઇને 29 જૂન સુધીમાં લેવાયેલા કુલ 15,065 સેમ્પલમાંથી 2,228 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ 14.78 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં 20 માર્ચથી 31 મે સુધી લેવાયેલા 9,279 સેમ્પલમાંથી 1,057 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે 11.39 ટકા દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ત્યારબાદ 1 જૂનથી 29 જૂન સુધી લેવાયેલા કુલ 5786 સેમ્પલમાંથી 1,171 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે 20.23 ટકા થાય છે. અનલોક-1માં દરમિયાન સેમ્પલની સામે પોઝિટિવ કેસની ટકાવારી ડબલ થઇ છે. જેની પાછળ છૂટછાટ બાદ સંર્પક વધતા કેસો વધી રહ્યા હોવાનું નિષ્ણાતોનું માનવુ છે.

માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવું પડશે
કોવિડ- 19 મામલે પાલિકાના સલાહકાર ડો. વિહંગ મજમુદારે જણાવ્યું હતું કે. લોકડાઉનમાં નિયમો હળવા થતાં વધુ લોકો એકબીજાના સંપર્કમાં આવતા થયા છે. જેને કારણે કોરોના પોઝિટિવ કેસો વધારે સામે આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસો આગામી સમય વધે તેવી પ્રબળ શક્યતાઓ છે. મોઢાને રક્ષણ આપવા માટે પહેરેલું માસ્ક ગળા પર હોય છે. અથવા તો નાક ખુલ્લું રહે તેવી રીતે લોકો પહેરીને ફરતા હોય છે. લોકો વહીવટી તંત્રના દંડથી બચવા માટે વધારે અને કોરોનાથી બચવા માટે ઓછા માસ્ક પહેરતા હોય તેવું દેખાઈ આવે છે. અનલોકમાં લોકો વધારે બહાર નીકળતા હોવાથી તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપ્શન ખુલ્લા થવાને કારણે લોકો વધુ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. અને કોરોનના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  અનલોકમાં નિયમો હળવા કર્યા હોય પરંતુ લોકોએ જરૂર વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવું જ પડે તેમ હોય તો મોઢે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવું પડશે. 

અનલોક-1માં સત્તાવાર મૃત્યુદર ઘટીને 2.37 ટકા નોંધાયો
શહેર અને જિલ્લામાં અનલોક-1માં કોરોના વાઈરસના રોજેરોજ 40થી 50 સુધી પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર 53 દર્દીઓના મોત થયાં છે. 31 મે સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 48 હતો. ત્યારે કુલ કેસની સામે 4.54 ટકાનો મૃત્યુદર હતો. 25 જૂન સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 53 થયો છે, આમ મૃત્યુદર ઘટીને 2.37 ટકા થયો છે. આમ, અનલોક-1માં સત્તાવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક ઘણો વધારે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી