તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 31 પોઝિટિવ અને 102 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 69,308 દર્દી રિકવર, કુલ કેસઃ71,503 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ કોંગ્રેસ સોશિયલ મીડિયા કન્વીનર ડો. ધીરેન પટેલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
નેશનલ કોંગ્રેસ સોશિયલ મીડિયા કન્વીનર ડો. ધીરેન પટેલ(ફાઇલ તસવીર)
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1663 સેમ્પલ પૈકી 25 પોઝિટિવ અને 1638 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 25 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,503 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત થયું છે. આમ વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 થયો છે. આજે વધુ 102 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 69,308 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1572 એક્ટિવ કેસ પૈકી 48 દર્દી ઓક્સિજન ઉપર અને 38 દર્દી વેન્ટિલેટર પર છે. નેશનલ કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્વીનર અને વડોદરા શહેર કોંગ્રેસના નેતા ડો. ધીરેન પટેલ કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,603 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,503 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9641, પશ્ચિમ ઝોનમાં 11,820, ઉત્તર ઝોનમાં 11,707, દક્ષિણ ઝોનમાં 11,696 વડોદરા ગ્રામ્યમાં 26,603 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
આજવા રોડ, અલકાપુરી, છાણી, માંજલપુર, મકરપુરા, સુભાનપુરા, ગોરવા, યમુનામિલ, દંતેશ્વર, સવાદ, બાપોદ, સમા, કારેલીબાગ

ગ્રામ્યઃ કોયલી, શેરખી, વાઘોડિયા, શિનોર, ડેસર, વાડજ.

અન્ય સમાચારો પણ છે...