આગ:મલ્ટિપ્લેક્સમાં પોપકોર્નના મશીનમાં સ્પાર્ક થતાં આગ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્શકોને હેમખેમ બહાર કઢાયા, રિફંડ આપી દેવાયું
  • સરદાર એસ્ટેટ પાસે અર્થ આઇકોનની ઘટના

શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલા અર્થ આઇકોન બિલ્ડિંગમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સીનેમેરા મલ્ટીપ્લેક્સના ફુડઝોનના પોપકોર્નના મશીનમાં સ્પાર્ક થતા આગની ઘટના બની હતી. આગના બનાવને પગલે ફિલ્મ જોવા આવેલા દર્શકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો આગના બનાવના લીધે તમામ સ્ક્રિનમાંથી દર્શકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અને તમામ દર્શકોને રિફંડ પણ આપી દેવામાં આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે સાંજે 7.15 કલાકે તમામ 4 સ્ક્રિનમાં ફિલ્મો બંધ થઈ જતા ફાયર અલાર્મ શરૂ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આગની આ ઘટનાને પગલે કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. મલ્ટીપ્લેક્સમાં હાજર તેના કર્મચારીઓ દ્વારા જ ફાયર એક્સ્ટિંગ્વિશર્સની મદદ લઇને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને તમામ ફિલ્મનું સ્ક્રિનિંગ બંધ કરી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...