એર પોલ્યુશન:દિવાળીના દિવસો કરતાં પણ પ્રદૂષણમાં વધારો અટલાદરા-કલાલી સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, અમદાવાદમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ છે ત્યારે જાણો શહેરમાં એર પોલ્યુશનની સ્થિતિ
  • 8 સ્થળે સેન્સર થકી મોનિટરિંગ : ગોરવા અને જાંબુઆ વિસ્તારમાં 24મી નવેમ્બરે દિવાળી કરતા પણ વધુ પ્રદૂષણ નોંધાયું

દિલ્હી સહિતના મોટા શહેરોમાં 24 કલાક હવામાનનું પ્રદૂષણ માપવાના સેન્સર મશીન મૂકાયા બાદ હવે ગુજરાતના અમદાવાદ બાદ વડોદરામાં આ સેન્સર મશીન મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આજકાલ વડોદરા શહેરમાં પાલિકાના સેન્સર્સના ડેટા મુજબ અટલાદરા અને કલાલી સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો છે. દિવાળીમાં સામાન્ય રીતે વાહનોની વધુ અવરજવર અને ફટાકડાને કારણે પ્રદૂષણ વધતુ હોય છે. પરંતુ શહેરમાં આ વખતે દિવાળી બાદ પણ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે લાલબત્તી સમાન છે.

પાલિકાએ વડોદરાના બાપોદ, જાંબુઆ, મકરપુરા, ગોરવા, મંગળબજાર, ટ્રાન્સપેક એરિયા (કલાલી-વડસર) , છાણી જકાતનાકા અને અટલાદરા પંપિગ સ્ટેશન ખાતે હવા અને ધ્વનિનું પ્રદૂષણ માપવાના સેન્સર્સ મૂકાયા છે. આ સેન્સર્સમાં કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ PM-2.5 ( હવામાં તરતા નાના રજણો) અને PM-10 ( મોટા રજકણો)નું માપન કરવામાં આવે છે. 24મીના સાંજ 6.00 વાગ્યાથી 6.30 સુધી પાલિકાના આ વિસ્તારના સેન્સર્સના ડેટા મુજબ અટલાદરામાં મોટા રજકણો(પીએમ-10)ની માત્રા ઘનમીટર દીઠ 434.28 માઇક્રોન નોંધાઇ હતી જ્યારે કલાલીમાં આ પ્રમાણ 296.33 માઇક્રોન નોંધાયું હતું.

માનાંકો મુજબ હવામાં આ કદના રજકણોનું પ્રમાણ પ્રત્યેક ઘનમીટર દીઠ 100 માઇક્રોનથી વધુ ન હોવું જોઇએ. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ હતી કે શહેરમાં 8 વિસ્તારોમાં મૂકાયેલા સેન્સર્સ મશીનો પૈકી એકમાત્ર મંગળબજાર જ વિસ્તાર એવો હતો જ્યાં બુધવારે સાંજે પીએમ-10ની માત્રા 74 જ નોંધાઇ હતી.

ગોરવા, જાંબુઆ અને અટલાદરામાં બુધવારે દિવાળી કરતા પણ વધુ પ્રદૂષણ નોંધાયું હતું. મંગળબજાર, ગોરવા, જાંબુઆ, બાપોદ, અટલાદરા અને છાણીમાં કાર્બન મોનોકસાઇડનું પ્રમાણ પણ દિવાળીના દિવસો કરતા વધુ હતું. ગત વર્ષ કરતા આ વર્ષે ફટાકડાનું વેચાણ 40 ટકા વધુ થયું હતું. તેમ છતાં સેન્સર્સના ડેટા મુજબ 8 વિસ્તારમાં ગત દિવાળીની સરખામણીએ હવામાં તરતા 10 માઇક્રોન (PM-10)ના રજકણોનું પ્રમાણ ઓછું નોંધાયું હતું.

ગત દિવાળીની સરખામણીએ પ્રદૂષણનું પ્રમાણ

વિસ્તાર10 માઇક્રોનના કણકાર્બન મોનોકસાઇડ
2020202124 નવેમ્બર 20212020202124 નવેમ્બર
2021

દિવાળીના દિવસો

દિવાળીના દિવસો

મંગળબજાર252.97112.8674.910.971.011.84
ગોરવા189.52110.64243.330.30.220.6
જાંબુઆ221.69137.94236.840.440.350.57
ટ્રાન્સપેક586.22224.7296.330.240.510.12
બાપોદ724.1174.63123.170.140.410.43
અટલાદરા179.75111.8436.380.410.270.37
છાણીટોલનાકા312.03180.66209.270.560.510.96

(24મી નવેમ્બરના ડેટા પાલિકાની એપ માય વડોદરાના આધારે સાંજે 6 વાગે લેવામાં આવ્યાં છે, જ્યારે દિવાળીના ડેટા પાલિકાની કચેરીએથી મેળવવામાં આવ્યાં છે)

વ્યક્તિ શ્વાસ નીચે લે છે, મશીનો ઉપર મૂકાયા છે
શહેરના નાગરિકો પોતાના શ્વાસમાં કેટલી પ્રદુષિત હવા લઇ રહ્યાં છે તેનું માપન કરવાનું હોય તો તે વ્યક્તિની સરેરાશ ઊંચાઇએ કરવું જોઇએ. હાલના પ્રદુષણ માપતા મીટરો ઊંચાઇએ મૂકવામાં આવ્યાં છે તે યોગ્ય નથી. પ્રદુષણ માપ્યા બાદ તેને દૂર કરવાના પ્રયાસો ન કરવામાં આવે તો તેનો પણ કોઇ અર્થ નથી. જે તે વિસ્તારના લોકોને તેમના વિસ્તારમાં પ્રદુષણની માત્રા કેટલી છે તે જણાવવા માટે પાલિકાએ સામે ચાલીને પ્રદુષણના આંકડા રોજેરોજ જાહેર કરવા જોઇએ. - રોહીત પ્રજાપતિ, પર્યાવરણ કર્મશીલ.

અન્ય સમાચારો પણ છે...