તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:વડોદરામાં મતદારોને રિઝવવા ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું, ઉમેદવારોને ક્યાંક આવકાર તો ક્યાંક લોકોના ગુસ્સાનો ભોગ બનવુ પડે છે

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષના પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જોડાઇ મતદારોને રિઝવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે - Divya Bhaskar
ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષના પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જોડાઇ મતદારોને રિઝવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે
 • વડોદરામાં 76 બેઠકો માટે 279 ઉમેદવારો વચ્ચે બહુપાંખિયો ચૂંટણી જંગ જામશે

વડોદરા મહાનગરપાલિકામાં 279 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે, જેના કારણે બહુપાંખિયો જંગ ચાલી રહ્યો છે. આ સાથે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં હોવાથી વડોદરા શહેરમાં રાજકીય પક્ષઓના ઝંડા સાથેની રેલીઓ અને સભાઓ વચ્ચે શહેર રાજકીય રંગથી રંગાયું છે અને ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જોડાઇ મતદારોને રિઝવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, ઉમેદવારોને ક્યાંક આવકાર તો ક્યાંક ગુસ્સાનો ભોગ બનવુ પડે છે.

કાર્યાલયો પર ચા-પાણી અને નાસ્તાની જયાફત થાય છે
આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દબદબો જમાવવા રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે, જેમાં બંને મુખ્ય પક્ષો સહિત અન્ય પક્ષો પણ શહેરમાં અવનવી રીતે પ્રચાર કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ઢોલ નગારાના તાલે બાઇક રેલી યોજીને ફેરણી દ્વારા મતદારોને મત આપવા માટે મનાવી રહ્યા છે અને પક્ષની કામગીરી તેમજ એજન્ડા રજૂ કરીને ભવિષ્યની કામગીરી પણ દર્શાવી રહ્યા છે. દિવસ દરમિયાન કાર્યકર્તાઓ પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓ પ્રચારમાં જોતરાયા બાદ કાર્યાલય પર એકત્ર થાય છે અને સાંજ પડતા જ કાર્યાલયો પર ચા પાણી અને નાસ્તાની જયાફત માણતા નજરે ચડી રહ્યા છે.

ઉમેદવારોને ક્યાંક આવકાર તો ક્યાંક ગુસ્સાનો ભોગ બનવુ પડે છે
ઉમેદવારોને ક્યાંક આવકાર તો ક્યાંક ગુસ્સાનો ભોગ બનવુ પડે છે

ઉમેદવારોને પ્રચાર દરમિયાન નગરજનોનો સારો એવો પ્રતિસાદ મળે છે
વડોદરા શહેરમાં લાઉડ સ્પીકર સાથે રાજકીય પક્ષોનું ચૂંટણી પ્રચાર કરતા વાહનો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ઉમેદવારોને પ્રચાર દરમિયાન નગરજનોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને તેઓ ઉમેદવારોને આવકારી ભવ્ય સ્વાગત સાથે હાર પહેરાવી વિજયના આશીર્વાદ આપી રહ્યા છે. પ્રચારની સાથોસાથ પક્ષમાં નારાજ કાર્યકર્તાઓમાં તોડજોડની કામગીરી પણ ચાલી રહી છે અને પાર્ટીથી નારાજ વ્યક્તિઓ એકબીજા પક્ષમાં ઝંપલાવીને પોતાનું વર્ચસ્વ સપાટી પર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. તો વળી રાજકીય પક્ષો વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષવા કાર્યક્રમો પણ યોજી રહ્યા છે.

ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ફેરણી દ્વારા મતદારોને મત આપવા માટે મનાવી રહ્યા છે
ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ફેરણી દ્વારા મતદારોને મત આપવા માટે મનાવી રહ્યા છે

કેટલીક સોસાયટીમાં અન્ય પાર્ટીએ પ્રવેશ કરવો નહીં, તેવા બેનરો લાગ્યા
ક્યાંક ફેરણી, ક્યાંક રેલી તો વળી ક્યાંક જાહેર સભાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત શહેરમાં કેટલીક સોસાયટીમાં અન્ય પાર્ટીએ પ્રવેશ કરવો નહીં, ભાજપ કોંગ્રેસ સાથ સાથ, ચૂંટણી બહિષ્કારના બેનરો ચર્ચાના ચગડોળે ચડયા છે. આમ વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ પ્રચારને પ્રચંડ વેગ આપ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો