ભાસ્કર વિશેષ:મતદાનના 48 કલાક પૂર્વેથી મતદાન સુધી રાજકીય મેસેજ મોકલી શકાશે નહીં, નોંધણી વિનાનાં વાહનો ઉમેદવાર વાપરી શકશે નહીં

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચૂંટણીના સંબંધમાં શહેર પોલીસ કમિશનરે જાહેરનામંુ પ્રસિદ્ધ કરી નિયંત્રણો મૂક્યાં
  • ​​​​​​​ઉમેદવારો પ્રચાર રેલીમાં 10થી વધુ વાહનોનો ઉપયોગ નહીં કરી શકે

આગામી ડિસેમ્બર માસમાં વડોદરા શહેરમાં વિધાનસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી થવાની છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી મહત્વના નિયંત્રણો મુક્યાં છે. શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીના દિવસે ઉમેદવાર, એજન્ટ કે કાર્યકર તેના વાહનમાં પાંચ વ્યકિતથી વધુ બેસાડી શકશે નહી અને મતદાન માટે કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપી શકશે નહી.

કોઈ પણ ઉમેદવાર તેની રેલીમાં 10 કરતાં વધુ વાહનો વાપરી શકશે નહી, અને જો વધુ વાહનો વાપરવા હોય તો તેણે બીજો કાફલો મૂળ કાફલાથી 200 મીટર દૂર રાખવો પડશે. આ ઉપરાંત સરકારી સંસ્થા જેવી કે નિગમ, પંચાયત, પાલિકા જેવી ઓફિસના સંકૂલ કે કવાર્ટર પર બેનર, હોર્ડીંગ વગેરે પ્રચારના બોર્ડ લગાડી શકાશે નહી. ચૂંટણી સંબંધિત બેનરો કે હોર્ડીગ ખાનગી મિલકત પર લગાવતાં પહેલાં મિલકત માલિકની પૂર્વ મંજૂરી લેવી પડશે. ચૂંટણીના પ્રચાર માટે સવારે 6થી રાતના 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરનો ઉપયોગ થઇ શકશે. ચૂંટણી દરમિયાન ચારથી વધુ વ્યકિતઓ એકઠાં થઇ શકશે નહી.

પરંતુ ધાર્મિક સ્થળો માટે અને વરઘોડા-સ્મશાન યાત્રા વેળા આ નિયંત્રણો લાગુ પડશે નહી. નોંધણી કરાવ્યા સિવાયના વાહનોનો ઉપયોગ થઇ શકશે નહી, એમ શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘે જાહેરનામામાં જણાવ્યું છે. જાહેરનામા મુજબ નિયંત્રણોનો અમલ નહી કરનાર સામે કાનુની કાર્યવાહી થશે અને કાયદા મુજબ દંડ પણ કરવામાં આવશે.

ફોર્મ ભરતી વેળા ઉપયોગમાં લેવાનાર વાહનોનો ખર્ચ ઉમેદવારમાં જ ગણાશે
ફોર્મ ભરતી વેળા ઉપયોગમાં લેવાનાર વાહનોનો ખર્ચ ઉમેદવારી કરનાર ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાશે એમ જાહેરનામામાં જણાવાયું છે. ફોર્મ ભરતી વેળા 3થી વધુ વાહનોનો ઉપયોગ કરી શકાશે નહી. આ ઉપરાંત ચૂંટણી અધિકારીની કચેરીની 100 મીટરની ત્રિજયામાં કોઈ પણ વાહન લઇ જઇ શકાશે નહી. ઉમેદવાર સહિત ટેકેદારો પાંચથી વધારેની સંખ્યામાં ચૂંટણી અધિકારીના કક્ષમાં પ્રવેશ કરી શકશે નહી. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...