દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે:બરોડા ડેરીની આજની વાર્ષિક બેઠકમાં રાજકીય ‘ફેટ’ મપાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેરી મામલે થયેલા સમાધાનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે
  • કેતન- દિનુમામા વચ્ચે સમાધાન બાદ ભાવ‌વધારો અપાશે?

પશુપાલકો અને દૂધ મંડળીઓને ભાવ વધારો કરવા માટે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ ખાતરી આપી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સમાધાન કર્યું હતું પણ તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી તેની ખરાઈ બુધવારે મળનારી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં થઈ જશે.

ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરીની દૂધ મંડળીઓ અને પશુપાલકોને અન્યાય થતો હોવાના આક્રોશ સાથે રાજ્ય સરકારમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં આઠમ રક્ષાબંધન જેવા અનેક તહેવારો ગયા હોવા છતાં કોઈ મંડળીને એડવાન્સ મળ્યું નથી કે સંઘ તરફથી ભાવભીની રકમ મળી નથી અને તેનાથી સભાસદોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેવી ટકોર કરવામાં આવી હતી એટલું જ નહીં બરોડા ડેરી દ્વારા હાલમાં મંડળીઓને કિલો ફેટના રૂપિયા 675 ચૂકવવામાં આવે છે પણ મંડળીઓને કે દારૂ પીએ 650 આવે છે અને મંડળીઓના રૂપિયા લેખે નાણાં જમા હોય છે.

આ સંજોગોમાંભાવ વધારો કરવાની પણ માંગ મૂકાઈ હતી અને સાવલીના ધારાસભ્ય એ 14 જેટલી માગણીઓ તત્કાલીન સહકાર મંત્રીને લેખિત માં મોકલી આપી હતી. આ વિવાદને ડામવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે મધ્યસ્થી કરી હતી અને આખરે બરોડા ડેરી ચેરમેન દિનુમામા એ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરેલી માગણી ઉપર નિર્ણય લેવાશે તેવી સંમતિ આપી હતી.

આ સંજોગોમાં બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા બુધવારે મળી રહી છે અને તેમાં સાવલીના ધારાસભ્ય દ્વારા કરાયેલી માંગણીઓ પરત્વેના સમાધાનની ઝલક જોવા મળશે કે તે અંગે ખુદ ભાજપે મોરચે ઉત્તેજના વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...