મહિલા પાંખની જૂથબંધી:વોર્ડ 16ના ભાજપનાં મહિલા મહામંત્રીની સરકારી પોર્ટલ ઉપર રાજકીય ફરિયાદ!

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના વડોદરામાં મહિલા સંમેલન પૂર્વે જ મહિલા પાંખની જૂથબંધી છતી થઇ
  • કોર્પોરેટર સ્નેહલ પટેલ સહકાર આપતા નથી તેવી રજૂઆત કરી

વડાપ્રધાનના વડોદરામાં આયોજિત મહિલા સંમેલન પૂર્વે જ મહિલા હોદેદારોમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી છે. વોર્ડ નં 16ના ભાજપ મહિલા મોરચાના મહામંત્રીએ સરકારી વેબસાઇટ પર મહિલા કોર્પોરેટર સ્નેહલ પટેલ વિશે રાજકીય ફરિયાદ કરતા આશ્ચર્ય ફેલાયું છે. સરકારના જુદા જુદા વિભાગો અંગેની ફરિયાદ માટેની સરકારી વેબસાઇટ pgportal.gov.in ઉપર પિન્કી શાહ દ્વારા એમના મોબાઈલ પરથી મેઇલ કરી અંગ્રેજીમાં ફરિયાદ કરાઇ છે. ફરિયાદ કયા વિભાગની છે એ ખાનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું છે.

વડાપ્રધાનને સંબોધી લખાયેલી ફરિયાદમાં વોર્ડ 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલ અમારો કોઈ પણ દિવસ ફોન ઉપાડતાં નથી ,અમને સહકાર આપતા નથી માત્ર ફોટો પાડવા પૂરતા હાજરી આપી જતા રહેતા હોવાનું લખ્યું છે. વોર્ડ 16 ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે પિન્કીબેન શાહે કોર્પોરેટર સામે પી જી પોર્ટલમાં ફરિયાદ કરી છે એની તપાસ કરી પગલાં લેવા વિનંતી કરતો પત્ર શહેર પ્રમુખ વિજય શાહને લખ્યો છે.

મહિલા કોર્પોરેટરનો ઓડિયો વાઇરલ /મને પૂછ્યા વગર વોર્ડમાં સંગઠનનો કોઇ પણ કાર્યક્રમ ન કરવો
વડા પ્રધાન શહેરમાં મહિલાઓને સંબોધવા માટે આવી રહ્યા છે એવા સમયે ભા જ પ મહિલા સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ની જૂથબંધી બહાર આવી રહી છે પોર્ટલ પર ફરિયાદ બાદ વોર્ડ 11ની મહિલા કોર્પોરેટર સાથે અન્યની મોબાઈલ ઉપર થયેલી વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે જેમાં કોર્પોરેટર વોર્ડમાં મને પૂછ્યા વગર સંગઠનના કોઈ કાર્યક્રમ કરવા નહિ એમ બોલતા સંભળાય છે.

પીજી પોર્ટલ ઉપર ફરિયાદની મને કોઈ જાણકારી નથી
વોર્ડ 16ના ભાજપ મહિલા મોરચા ના મહામંત્રી પિન્કી શાહે જણાવ્યું હતું કે આવી કોઈ ફરિયાદ મેં કરી નથી અને હું કઈ જાણતી નથી, તમારા મોબાઈલ નંબર પરથી ફરિયાદ થઈ છે એમ પૂછતા ઉત્તર આપ્યા વગર એમને ફોન કાપી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...