તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ફૂંક:દારૂ પીધેલાને પકડવાના પોલીસના 50 બ્રેથ એનલાઈઝર કોરોના સુપર સ્પ્રેડર બની શકે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂબંધીનો અમલ કરાવવા કોરોનાના સમયમાં એક જ બ્રેથ એનલાઈઝરના વારંવારના ઉપયોગની પદ્ધતિ ખોટી

કોરોના મહામારી વચ્ચે 31 ડિસેમ્બરની પાર્ટીનાં તમામ આયોજનો પર પોલીસ તંત્ર દ્વારા મનાઈ ફરમાવી છે. આ ઉપરાંત શહેર પોલીસ રોજ મુખ્ય માર્ગો પર દારૂ પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનલાઈઝર સાથે ચેકિંગ પણ શરૂ કર્યું છે. જોકે કોરોના કાળમાં એક જ બ્રેથ એનલાઈઝરનો વારંવાર ઉપયોગ વાહનચાલકો ઉપરાંત અધિકારીઓના આદેશનું પાલન કરતા પોલીસ કર્મીઓ માટે પણ જોખમી બને છે.

આલ્કોહોલનું પ્રમાણ ચકાસવા બ્રેથ એનાલાઈઝરની ટ્યૂબમાં ફૂંક મારવાની હોય છે. આ ફૂંકની સાથે થૂંકના છાટા મશીન પર ઉડતા હોય છે. દિવસ દરમિયાન 500થી વધુ લોકો ફૂંક મારતા તમામના ડ્રોપલેટસ મશીન પર ચોંટતા હોય છે,જેનાથી કોરોના વાઈરસ ફેલાઇ શકે છે.

દરેકની ચકાસણી બાદ પાઈપ બદલાતી હોવાનો પોલીસ દાવો કરી રહી છે જો કે ડોક્ટરોના મુજબ એક વ્યક્તિ ફૂંક મારે ત્યારે જો એનલાઈઝરની પાઈપ બદલી નખાતી હોય તો પણ જે તે વ્યક્તિના ડ્રોપ લેટ મશીન પર ચોંટી જતા હોય છે. તેવામાં એક વ્યક્તિ ફૂંક મારે તો આખુ સાધન સ્ટરિલિયમથી સાફ કરી સુકાવીને ફરીથી તેને વાપરવું જોઈએ.

કોરોના ગાઈડ લાઈન પોલીસ પણ સંક્રમિત થઈ શકે
રસ્તાઓ પર પોલીસકર્મી દ્વારા જ્યારે કોઈ વ્યક્તિનું બ્રેથ એનલાઈઝર દ્વારા ચેકિંગ કરે છે ત્યારે તે પોલીસકર્મી કોરોના ગાઈડ લાઈન મુજબ 6 ફૂટનું અંતર પણ જાળવતી નથી જ્યારે પોલીસકર્મીએ હાથમાં ગ્લવ્ઝ પણ ન પહેરેલા હોવાથી જે તે વ્યક્તિએ મારેલી ફૂંકવાળી ટ્યૂબમાં ચોટેલા ડ્રોપલેટ પોલીસના હાથમાં પણ લાગે છે. જેથી તે પોલીસકર્મીને પણ સંક્રમિત થવાનો અને સુપરસ્પ્રેડર બનવાનો ભય રહેલો હોય છે. આ ચકાસણીમાં કોરોનાની ગાઈડલાઇન તો ઠીક કોરોનાની લાઈન પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

તકેદારી સાથે ઉપયોગ કરાય છે
કોઈ એક વ્યક્તિના ચેકિંગ બાદ બ્રેથ એનલાઈઝરની પાઈપ બદલી દેવામાં આવે છે. ચેકિંગ પહેલાં અને પછી પોલીસ કર્મી પોતાના હાથ અને સામેવાળા વ્યક્તિના હાથ સેનેટાઈઝ કરે છે. જ્યારે યોગ્ય ડિસ્ટન્સ સાથે અને પૂરતી તકેદારી સાથે બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. > ચિરાગ કોરડિયા, જેસીપી

બે દિવસમાં 1000થી વધુ લોકોનું ચેકિંગ
શહેરના 26 પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બ્રાંચમાં 50થી વધુ બ્રેથ એનલાઈઝર છે. બે દિવસમાં 1000થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી રોજ 30થી વધુ લોકો પીધેલા પકડાયા હતા.

કોરોના કાળમાં બ્રેથ એનલાઇઝર જોખમી > સંક્રમણ તજજ્ઞ ડો. હિતેન કારેલિયા

 • સવાલ : કોરોનાના સમયમાં બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ યોગ્ય છે ? જવાબ : બિલકુલ નહીં.
 • સવાલ : જો પાઇપ બદલવામાં આવે તો કેટલું સલામત ? જવાબ :જ્યારે વ્યક્તિ ફૂક મારે છે ત્યારે પાઇપમાંથી શ્વાસની સાથે ડ્રોપલેટ મશીન પર પણ ચોંટે છે. જો પાઇપ બદલીને બીજી વ્યક્તિ ફૂક મારે ત્યારે મશીન પરના ડ્રોપલેટ ફરી અન્ય વ્યક્તિને ચોંટીને તેના શ્વાસમાં જઇ શકે છે. જે જોખમી છે.
 • સવાલ : તો તે કેવી રીતે સલામત રીતે વાપરી શકાય ? જવાબ :આખુ સાધન દરેક ઉપયોગ બાદ સ્ટરિલિયમથી સાફ કરીને સુકાવવું જોઇએ. અથવા હાઇપો ક્લોરાઇડના પોતાથી સ્વચ્છ કરીને સૂકવીને વાપરી શકાય. જોકે મારા મતે તો પણ હાલમાં બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ સલાહભર્યો નથી. જ્યારે બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવા એક વ્યક્તિ બીજી વ્યક્તિની નજીક જવું પડે છે. ત્યારે માન્ય સોશિયલ ડિસ્ટન્સનો પણ જાણે-અજાણે ભંગ થઇ જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો