સાંઠગાંઠ:બૂટલેગર સાથે સંપર્કો રાખનાર, પોતાનું આઇકાર્ડ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલઆરડી ભાર્ગવ ગઢવીના ફોટો વાઇરલ થયા હતા. - Divya Bhaskar
એલઆરડી ભાર્ગવ ગઢવીના ફોટો વાઇરલ થયા હતા.
  • બૂટલેગરને પકડતાં તેની પાસેથી પોલીસ જવાન ભાર્ગવ ગઢવીનું આઈ કાર્ડ મળ્યું
  • માંજલપુરમાં​​​​​​​ જે ફ્લેટમાં જુગાર પકડાયો તે આ જ પોલીસ જવાન ભાર્ગવનો હોવાની ચર્ચા

મકરપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સાત પો.કર્મીઓને સસ્પેન્ડ કરવાના સમાચારની સહી હજુ સુકાઈ નથી ત્યાં બુટલેગર સાથેની મિલીભગત બહાર આવતા બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાનને સસ્પેન્ડ કરવાનો હુકમ લેવાયો છે. પીસીબી શાખાએ ગત 2 તારીખે તરસાલી વિસ્તારના આવાસો પાછળ મેદાનમાં બુટલેગર પ્રદીપ ઉર્ફે લાલો અને ધવલ પ્રજાપતિ દારૂનું કટિંગ કરતા હતા ત્યારે દરોડો પાડી દારૂ સાથે બે વૈભવી કાર મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બુટલેગરોની અંગ જડતી સમયે ધવલ પ્રજાપતિના ખિસ્સામાંથી અગાઉ વિવાદોમાં આવેલા બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાન ભાર્ગવ ગઢવીનું આઈ કાર્ડ મળ્યું હતુ. દારૂના આ ગુનાની મકરપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં બુટલેગર પાસે ગુજરાત પોલીસ કાર્ડ નંબર 61 ભાર્ગવ એસ ગઢવી યુ એલઆરડી બકકલ નં-2146 વડોદરા સીટી લખેલું ઝેરોક્સ સ્માર્ટ કાર્ડ મળ્યું હોવાનો ઉલ્લેખ હોવાથી પોલીસે આ કાર્ડ બુટલેગર પાસે કેવી રીતે આવ્યું એની તપાસ હાથ ધરી હતી. અહેવાલ આવતા ડીસીપી ઝોન-4 દ્વારા ભાર્ગવ ગઢવીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પોલીસ જવાન બૂટલેગરના ઘર પાસે રહેતો, સંપર્કમાં હતો
ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ જણાવ્યું કે, બાપોદ પોલીસ મથકના એલઆરડી ભાર્ગવ ગઢવીનું આઈકાર્ડ બુટલેગર પાસેથી મળતાં તપાસ કરી હતી. અગાઉ માંજલપુર પોલીસમાં ફરજમાં તેનું ઘર બુટલેગરના મકાનની નજીક હોવાનું અને બંને વચ્ચે સંપર્ક હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા સસ્પેન્ડ કરાયો છે.

વિવાદાસ્પદ જવાનના રિવોલ્વર સાથે મહેફિલના ફોટા વાઇરલ
અગાઉ માંજલપુર વિસ્તાર ફ્લેટમાં ચાલતા જુગાર ધામ ઉપર પડેલા દરોડામાં એ ફ્લેટ પોલીસ જવાન ભાર્ગવનો હોવાનું કહેવાતું હતું. એ સમયે એને બચાવી લેવાયો હતો. લોક ડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હોવાના વિવાદ બાદ તેની બદલી હેડ ક્વાટર ખાતે કરાઇ હતી. ત્યારબાદ બે મહિના અગાઉ જ એને બાપોદ પોલીસ મથકમાં મુકાયો હતો અને તરસાલીમા દરોડામાં બુટલેગર પાસેથી કાર્ડ મળતા વિવાદ થતા સસ્પેન્ડ કરાયાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...