તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસકર્મી ફરાર:વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન નશો કરેલી હાલતમાં પોલીસકર્મી ઝડપાયો, પોલીસને ચકમો આપીને પોલીસકર્મી સહિત 2 આરોપી ભાગી છૂટ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસકર્મીની કાર પોલીસે જપ્ત કરી છે - Divya Bhaskar
પોલીસકર્મીની કાર પોલીસે જપ્ત કરી છે
 • કારમાંથી બે દારૂની બોટલ પણ મળી આવી, કાર ખસેડવાના બહને પોલીસ કર્મીઓની નજર ચુકવીને આરોપી ફરાર

વડોદરા શહેરની માંજલપુર પોલીસે સુસેન ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પીસીબી શાખાના પોલીસ કર્મચારીને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા બાદ કારમાંથી વિદેશી દારૂની બે બોટલો કબ્જે કરી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કાર સાઈડમાં ખસેડવાના બહાને પોલીસ કર્મી અને અજાણ્યો કારચાલક નાસી છૂટતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને વોન્ટેડ શખસોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસકર્મીની કાર પોલીસે જપ્ત કરી છે.

પોલીસે તપાસ કરતા પોલીસકર્મી નશાની હાલતમાં હતો
વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનના ઇસ્પેક્ટર એસ.વી. ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનના જવાનો સુસેન સર્કલ ખાતે જુદા-જુદા ચાર રસ્તાના પોઇન્ટ પર સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન રાત્રે અઢી વાગ્યે પસાર થતી કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી હતી અને કારમાં સવાર બે વ્યક્તિ પૈકી ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલા વ્યક્તિએ પોતાનું નામ શૈલેન્દ્રસિંહ મદનસિંહ પીસીબી શાખામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આઈકાર્ડની માગ કરીને પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે નશો કરેલો હોવાનું સપાટી પર આવ્યું હતું.

કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 700ની કિંમત ધરાવતી બે બોટલ મળી આવી હતી. આ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરવાની હોય પોલીસે કાર સાઈડમાં લેવાનું જણાવતા પોલીસ કર્મીઓનું ધ્યાન ચુકવીને શૈલેન્દ્રસિંહ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિ કાર લઇ નાસી છૂટયો હતો .જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો, પરંતુ, સફળતા મળી ન હતી. પણ પોલીસે કાર જપ્ત કરી છે.

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
માંજલપુર પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધીને પીસીબી શાખાના કર્મચારી શૈલેન્દ્રસિંહ અને કારચાલક અજાણ્યા શખસને વોન્ટેડ જાહેર કરીને બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરે શૈલેન્દ્રસિંહ મદનસિંહ રજા પર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો