બોટાદના લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસ મિથેનોલના વેચાણ અને ઉપયોગ માટે પરવાનો ધરાવતાં 112 પરવાનેદારો પર ચાંપતી નજર રાખી રહી છે. મિથેનોલનો ઉપયોગ દેશી દારૂમાં ઉપયોગથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના બને તેની અગમચેતી રૂપે શહેર પોલીસે આ કવાયત આરંભી છે. શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે ‘વડોદરા શહેરમાં કે આસપાસ મિથેનોલની કોઈ ફેકટરી નથી.
ડીસીબીના એસીપી ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે ‘મિથેનાેલના ઉપયોગ માટેના નીતિનિયમોનું પાલન થાય છે કે નહી તે બાબતે પણ ચકાસણી કરવા પોલીસ ટીમોને સુચના અપાઇ છે. મિથેનોલની જાળવણી માટે પણ સુચના અપાઈ છે.મિથેનોલ અંગે સિનીયર પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે ‘મિથેનોલ બાબતે ધ્યાન રાખવાની જવાબદારી નશાબંધી અને આબકારી વિભાગની છે. પરતું અમે પણ આ બાબતે ધ્યાન રાખી રહ્યા છીએ.
મિથેનોલનો જથ્થો એક જ સ્થળે રાખી શકાય
નશાબંધી કાયદા હેઠળ જેની પાસે મિથેનોલનો પરવાનો હોય છે તેમણે નિયત સ્થળે જ તેનો જથ્થો રાખવાનો હોય છે. સમયાંતરે નશાબંધી અધિકારી તે સ્થળની મુલાકાત લઇ મિથાઇલ આલ્કોહોલના રાખવામાં આવેલા જથ્થાનું નિરીક્ષણ પણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.