જાગૃતિ અભિયાન:પોલીસનું રસીકરણ અભિયાન 1603 જણાને વેક્સિન અપાઈ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શી ટીમ દ્વારા રસીકરણ માટેે વિસ્તારમાં સ્પોટ રજિસ્ટ્રેશન કરાવાયું હતું. - Divya Bhaskar
શી ટીમ દ્વારા રસીકરણ માટેે વિસ્તારમાં સ્પોટ રજિસ્ટ્રેશન કરાવાયું હતું.
  • મંગળબજારમાં રસી માટે સ્પોટ રજિસ્ટ્રેશન

શહેરમાં કોરોના રસીકરણ અંગે નાગરિકોનો ઉત્સાહ ઓસરી રહ્યો છે જેને પગલે જાગૃતિ અભિયાનમાં શહેર પોલીસે ઝંપલાવ્યું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા શહેર પોલીસના શી ટીમ દ્વારા ચલાવાઈ રહેલા કેમ્પ સાથે ટ્રાફિક પોલીસ પણ જોડાઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને રજીસ્ટ્રેશન કરાવી આપી અંદાજે 200 જેટલા રિક્ષાચાલકો નું રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે સીટી પોલીસ મથક ની સી ટીમ દ્વારા મંગળ બજાર માં રજીસ્ટ્રેશન માટે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

રવિવારે સવારે યોજાયેલા આ કેમ્પમાં અંદાજે દોઢસો જેટલા ફેરિયાઓને રજીસ્ટ્રેશન અને રસીકરણ કરાવાયું હતું જ્યારે વારસિયા પોલીસ મથકની સી ટીમ દ્વારા વારસિયા વિસ્તારના અંદાજે 103 લોકોને રસી મૂકવામાં આવી હતી. કોરોના ની બીજી લહેર સમાપ્ત થતાં જાણે કોરોના જતો રહ્યો હોય તેમ લોકો રસીકરણ માટે ઉદાસીનતા સેવી રહ્યા છે.શહેર પોલીસની શી ટીમ દ્વારા 2037 લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતા આ પૈકી 1603 લોકોને રસી અપાઈ હતી જયારે 714 રિક્ષાચાલકોનું રજીસ્ટ્રેશન કરાયું હતું.