તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડ્રગ્સ સપ્લાયરની તપાસ માટે પોલીસ ઇન્દોર જશે, કાળી ટોપી પહેરી MD ડ્રગ્સ લેવા આવનારની શોધખોળ

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પકડાયેલા 2 ડ્રગ્સ પેડલરના 4 દિવસના રિમાન્ડ

વડોદરા એસટી ડેપોની બહાર ઇન્દોરથી આવેલી બસમાં એમડી પાઉડર સાથે ઉતરેલા બે ડ્રગ પેડલરને પોલીસે ઝડપી લીધા બાદ ગુરુવારે બંનેને અદાલતમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. બંને પાસેથી ડેપોની બહાર એમ લખેલી કાળી ટોપી પહેરીને ડ્રગ્સની ડિલીવરી લેવા આવનારો શખ્સ કોણ હતો તેની તપાસ શરૂ કરાઇ છે. જ્યારે ઇન્દોરના ડ્રગ્સ સપ્લાયર આમીરખાન લાલાને શોધવા પોલીસની ટીમને ઇન્દોર મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. ગુજરાત એટીએસની ટીમે સયાજીગંજ એસટી ડેપો પાસે અમાન મોહમદ હનિફ શેખ (આઝાદ નગર, ઇન્દોર) તથા મોહમદ રિઝવાન મોહમદ રસીદખાન (આઝાદ નગર, ઇન્દોર)ને ઝડપી લીધા હતા.

તેની પાસેથી 163 ગ્રામ એમડી પાઉડર (કિંમત રૂા.16.30 લાખ), 2 મોબાઇલ તથા રોકડ રકમ મળી 16.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંનેને ઇન્દોરના ડ્રગ સપ્લાયર આમીરખાન લાલાએ એમડીનો જથ્થો આપવા વડોદરા મોકલ્યા હતા. પોલીસે બંનેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ખાસ કરીને બસ ડેપોની બહાર લાલ ટી શર્ટ અને માથે કાળી ટોપી પહેરેલા શખ્સને આ જથ્થો આપવાનો હતો.

ટોપી પર સફેદ અક્ષરે એમ લખેલું હશે, તેમ બંનેને જણાવ્યું હોવાથી આ શખ્સ કોણ હતો તેની તપાસ શરૂ કરાઈ હતી. જ્યારે આમીરખાન લાલા નામના ડ્રગ સપ્લાયરને શોધવા પોલીસની ટીમને ઇન્દોર મોકલવાની તજવીજ કરાઇ છે. શહેરમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે ત્યારે આ ડ્રગ્સ લેવા આવનાર કોણ છે તેની તપાસ શરુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો