વડોદરા આપઘાત-ગેંગરેપ કેસ:પોલીસની ટીમો હવે વેક્સિન પાસેના ઘેર ઘેર ફરી 2 દુષ્કર્મીની ભાળ મેળવશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દુષ્કર્મ કેસમાં સાયન્ટીફિક પુરાવા મેળવવાનું મુશ્કેલ: પોલીસ
  • નજીકની સોસાયટીઓમાં અને દુકાનોમાં પોલીસ દ્વારા તપાસ શરૂ

ગેંગરેપ કેસમાં હવે પોલીસની ટીમો વેક્સિન આસપાસની સોસાયટીઓમાં ઘેર ઘરે ફરીને તપાસ કરશે. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે, ઓરલ એવિડન્સ મળ્યા છે કે યુવતી પર રેપ થયો છે પણ બનાવનો દિવસ અને મેડીકલ તપાસના દિવસ વચ્ચે સાત આઠ દિવસનો ગાળો હોવાથી મેડિકલ પુરાવા મળી ન શકે. તેમણે કહ્યું હતું કે, બંને નરાધમોની માહિતી મેળવવા માટે પોલીસની ટીમો હવે વેક્સિન મેદાનની આસપાસ આવેલા પ્રત્યેક ઘર અને દુકાનોમાં જઇને માહિતી મેળવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તથા પ્રત્યેક દુકાનોમાં જઇને તપાસ આજથી જ શરુ કરવામાં આવી છે. ઓએસિસ સંસ્થા તરફથી હવે સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી અને આપઘાત 3 નવેમ્બરે તારીખે કર્યો હતો.

ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલુ છે. ભોગ બનનાર પીડિતાએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પેજનો ફોટો પોલીસને સુપરત કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે, રેલવે પોલીસની તપાસમાં પોલીસની અનેક ટીમો દ્વારા 1 હજારથી વધુ રિક્ષા ડ્રાઇવરો સહિત 800થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.

કેસ બાબતે ફોન કરી જાણકારી આપી શકાશે
વડોદરા શહેર પોલીસે સોશિયલ મિડીયામાં જણાવ્યું હતું કે કેસની કોઇ પણ વિગતો શહેરીજનો આપવા માંગતા હોય તો સંપર્ક કરનાર અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે. પોલીસે શહેર પોલીસ કન્ટ્રોલ રુમનો નંબર 0265-2415111--100 નંબર તથા ડીસીબી પોલીસ સ્ટેશનનો 0265- 2513635 નંબર પર જાણ કરવા શહેરીજનોને અપીલ કરાઇ હતી. આ ઉપરાંત સોશિયલ મિડીયામાં ત્રણ પીઆઇના ફોન નંબર પણ જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...