• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Police Start Interrogation Of More Than Two Suspects, CCTV Shows 2 Accused Fleeing, Case Likely To Be Exposed Before CM's Visit To Vadodara

વિદ્યાર્થિની ગેંગરેપ-આપઘાત કેસ:પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી, CCTVમાં 2 આરોપી ભાગતા દેખાયા, કાલે CMની વડોદરા મુલાકાત પહેલાં કેસનો પર્દાફાશ થવાની શક્યતા

વડોદરા18 દિવસ પહેલા
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
  • રવિવારે મોડી રાત્રે પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ગ્રાઉન્ડની મુલાકાત લીધી
  • પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ અને ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ શરૂ કરી
  • પોલીસે અત્યારસુધીમાં 500થી વધુ CCTV ચેક કર્યા છે

વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ગેંગરેપ કેસ અંગેની માહિતી મેળવી હતી. બીજી તરફ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પીડિત યુવતી રહેતી હતી એ ફ્લેટમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 16 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા અને સાવલીની મુલાકાતે આવવાના છે એ પહેલાં પોલીસ આ કેસનો પર્દાફાશ કરે એવી શક્યતા છે.

વેક્સિન ગ્રાઉન્ડ, ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ
પોલીસની ટીમોએ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સિન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના 113 જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું, તે કોણ છે, તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં કુલ 500થી વધુ સીસીટીવી ચેક કર્યા છે, જેમાંથી એક સીસીટીવીમાં બે આરોપી ભાગતા દેખાયા હતા.

પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ અને ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ શરૂ કરી.
પોલીસે વેક્સિન ગ્રાઉન્ડ અને ઓએસિસની આસપાસની દુકાનોમાં પૂછપરછ શરૂ કરી.

બે પૈકી એક દુષ્કર્મી યુવતીનો પરિચિત હોવાની શંકા
પીડિતાનો કોઇ પીછો કરી રહ્યા હોવાનો ડીવાયએસપી બી.એસ.જાધવે ઇન્કાર કર્યો હતો. જ્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે બંને નરાધમો અથવા કોઇ એક પીડિતાને ઓળખતો પણ હોઇ શકે છે. તે લોકો પીડિતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય એવું તેને લાગતું હતું, કારણ કે તે બન્ને તેનું નામ પણ જાણતા હતા.

પોલીસે અત્યારસુધીમાં 500થી વધુ CCTV ચેક કર્યા છે.
પોલીસે અત્યારસુધીમાં 500થી વધુ CCTV ચેક કર્યા છે.

એક ફૂટેજમાં બે આરોપી ભાગતા દેખાયા હતા
વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમને શોધવા રાજ્યની 5 એજન્સી કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને એફએસએલની ટીમ રવિવારે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી ડોગ-સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટનાસ્થળે લાવવામાં આવી હતી. એક ફૂટેજમાં બે આરોપી ભાગતા દેખાયા હતા. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે.

વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના D-12 નંબરના કોચમાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના D-12 નંબરના કોચમાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

વિદ્યાર્થિનીએ ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં આપઘાત કર્યો હતો
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના D-12 નંબરના કોચમાં ગળાફાંસો ખાઇ નવસારીની અને વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં તેની ડાયરી મળી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી, જેમાં તે પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના મેદાનમાં બે રિક્ષાચલકોએ ગેંગરેપ આચર્યો હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દુષ્કર્મ આચરાયું એ સ્થળ પરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરિક ભાગોમાં ઇંજાનાં નિશાન હોવાનું જણાવાયું હતું.