કોર્ટ રૂમ લાઈવ:વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના 14 દિ’ના રિમાન્ડ માગ્યા હતા, કોર્ટમાં 2 કલાક સુધી દલીલો થઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2001માં આરોપીઓએ ભૂજમાં ખરીદેલી જમીનની તપાસ

ધર્માંતરણના કેસમાં શનિવારના રોજ યુપીથી લવાયેલા આરોપીઓ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રિમાન્ડ મેળવવા માટે રાતે 12:20 મીનીટ સુધી કોર્ટમાં બચાવપક્ષ અને સરકાર તરફે દલીલો થઈ હતી. જેમાં સરકાર તરફે પોલીસે બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું સહિત રીમાન્ડના અન્ય ગ્રાઉન્ડ મુકીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

એસઓજી દ્વારા મોડી રાતે કોર્ટમાં આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખના રિમાન્ડ મેળવવા માટે ગ્રાઉન્ડ મુક્યાં હતાં. જેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસે સલાઉદ્દીન શેખ આફમી ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી હોવાથી તે મુખ્ય સુત્રધાર હોવાનું અને ઉમર ગૌતમ અને અન્ય મળતીયાઓ સાથે મળી વર્ષ 2017 થી અત્યાર સુધી રૂા.80 કરોડ જેટલી રકમ અલગ અલગ દેશોમાંથી જે મળી છે તે રકમ ક્યાં વાપરી છે. અને આ રકમ થી ધર્માંતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ આ રકમ વાપરી હોવાની શંકાથી તેની તપાસ કરવાની હોવાનું રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ્યું છે.

બંને આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે જેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત દુબઈના મુસ્તુફા શેખ પાસેથી મુંબઈના રાહુલ ઉર્ફે ઈમરાન ના મારફતે હવાલાથી આરોપીએ રૂા.60 કરોડ મેળવ્યાં છે જેની પણ તપાસ કરવાની છે.

વર્ષ 2019માં સેફાયર હોટલમાં ઉમર ગૌતમ,સલાઉદ્દીન શેખ સહિત અન્ય લોકો વચ્ચે એક મીટીંગ થઈ હતી. આ મીટીંગમાં શું કાવતરૂ ઘડાયું હતું. વર્ષ 2001માં ભુજમાં આવેલા ભુકંપમાં આરોપીઓ દ્વારા જમીન ખરીદાયેલી છે તેના દસ્તાવેજની તપાસ,આ ઉપરાંત વિદેશથી જે રૂપીયા એફસીઆરએ દ્વારા આવ્યાં હતાં,તે રૂપીયાને અનાજના વેપારીઓ સાથે સંડોવણી કરીને ખોટા બીલો બનાવી રોકડમાં રૂપાંતરીત કરવામાં આવ્યાં હતાં તેની તપાસ પણ કરવાની છે.

આ ઉપરાંત મંસુરી મહોમદ દ્વારા મેરાજ એપાર્ટમેન્ટની અંદર એક ફ્લેટ લેવાયો હતો,જે ફ્લેટ માટે અપાયેલા રૂપીયાનો ચેક ક્લિયર થયો ન હતો.છતા તે ફ્લેટ હજુ પણ મંસુરી મહોમદ પાસે છે તો તે અંગે પણ પોલીસ તપાસ કરવા માંગી રહી છે.

ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું
સલાઉદ્દીન સહિતના આરોપીઓને 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરીંગ મારફતે રૂા.60 કરોડ મળ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેમાંથી રૂા.19 કરોડ સલાઉદ્દીને પોતાની આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ મેળવ્યાં હતા. યુપી એટીએસની તપાસમાં ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...