તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક ચેકીંગ:વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા કાર્યવાહીના પગલે હાહાકાર, પાલિકા દ્વારા શોપિંગ મોલ,મંગળબજાર ત્રણ દિવસ બંધ, 500થી વધુ દુકાનો સીલ

વડોદરા8 મહિનો પહેલા
ગેંડા સર્કલ ખાતે આવેલા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ મારવામાં આવ્યું. - Divya Bhaskar
ગેંડા સર્કલ ખાતે આવેલા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ મારવામાં આવ્યું.
  • ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ
  • કોવિડ-19ની ગાઇડ લાઇનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી

વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા ચિંતાજનક કેસોનો વધારો થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં આવેલ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સવારથી શહેરના તમામ વિસ્તારોમાં કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને અટકાવવા માટે સંયુક્ત ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના પગલે હાહાકાર મચી ગયો હતો. બપોર સુધીમાં ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, સેન્ટ્રલ મોલ સહિત શોપિંગ મોલ સહિત 500થી વધુ દુકાનો-લારીઓને સીલ મારવામાં આવી હતી. જ્યારે પોલીસ તંત્ર દ્વારા માસ્ક પહેર્યા વિના નીકળેલા 1422 જેટલા લોકોને પકડી રૂપિયા 14.22 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.બરોડા સેન્ટ્રલ મોલ પણ વીક એન્ડમાં બે દિવસ સ્વયંભૂ બંધ રહેશે તેવી નોટિસ ચોંટાડી દીધી છે.ન્યાયમંદિર વિસ્તારમાં મંગળ બજાર,કિશનવાડી ગધેડા શાકભાજી માર્કેટ,કડક શાકભાજી માર્કેટ ત્રણ દિવસ બંધ રાખવા તંત્રનો નિર્ણય છે.બંધ કરાયેલા માર્કેટની દુકાનો ખુલે તો 50 હજારનો દંડ કરાશે.

પોલીસ અને પાલિકાની ટીમે માર્કેટમાં ફરી એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું.
પોલીસ અને પાલિકાની ટીમે માર્કેટમાં ફરી એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું.

પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમનું સમગ્ર શહેરમાં ચેકીંગ
ખાસ ફરજના અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે શનિવાર સવારથી વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં આવેલી એન્ફર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં માંજલપુર ખાતે આવેલા ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, ગેંડા સર્કલ ખાતે આવેલા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત 25 ઉપરાંત ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટની દુકાનો તેમજ ચોખંડી, બરાનપુરા, મંગળબજાર, ગોરવા, સુભાનપુરા ખાતે દુકાનો, ખાણી-પીણીની લારીઓ, પાનના ગલ્લાઓને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના વ્યવસાય કરતા, માસ્ક પહેર્યા વિના જણાઇ આવેલા તેમજ સોશ્યલ ડિસ્ટન ન જાળવનારાઓ સામે દંડની કાર્યવાહ કરવામાં આવી છે.

1422 લોકો પાસેથી 4.22 લાખનો દંડ વસુલ કર્યો
શહેર પોલીસ તંત્ર દ્વારા સવારથી બપોર સુધીમાં માસ્ક વગર નીકળેલા 1422 લોકોને પકડી તેઓ પાસેથી રૂપિયા 14.22 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્રની ટીમો વહેલી સવારથી જ પોતાના વિસ્તારના ચાર રસ્તા ઉપર ગોઠવાઇ ગઇ હતી. અને માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકોને પકડી તેઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કામગીરી આગામી પંદર દિવસ સુધી સતત ચાલુ રહેશે. જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

3 શોપિંગ મોલ અને એક સુપર માર્કેટને 3 દિવસ સીલ કરાયા.
3 શોપિંગ મોલ અને એક સુપર માર્કેટને 3 દિવસ સીલ કરાયા.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આગામી 15 દિવસ મહત્વના
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આગામી 15 દિવસ મહત્વના છે. ત્યારે શુક્રવારે વડોદરા મહાનગર સેવા સદન, પોલીસ તંત્રની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખાસ ફરજ ઉપરના અધિકારી ડો. વિનોદ રાવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણને અટકાવવા માટે આ ટીમો દ્વારા સવારથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કોવિડ-19ની ગાઇડ લાઇનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પાનના ગલ્લાઓને સીલ મારવામાં આવ્યા.
પાનના ગલ્લાઓને સીલ મારવામાં આવ્યા.
ખાણી-પીણીની લારીઓ સીલ કરવામાં આવી.
ખાણી-પીણીની લારીઓ સીલ કરવામાં આવી.
એન્ફર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ.
એન્ફર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ.