તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા પોલીસની ‘રોફ યાત્રા’:કાલે સયાજીગંજ, નવાપુરા, રાવપુરા, સિટી, વાડી, કારેલીબાગ પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં સવારે 6થી 12 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઘરના ધાબા અને ગેલેરીમાં ઊભા રહીને ભગવાનના દર્શન નહીં કરી શકે, ઘરમાંથી જ બારી દ્વારા દર્શન કરવા પડશે
  • દૂધનો સપ્લાય રવિવારે રાતે જ થઇ જશે, રોડ પર બેસતા દૂધ વિતરક પર પાબંદી, લોકોએ પાર્લર પર જ જવું પડશે
  • જે વિસ્તાર રથયાત્રાના રૂટમાં નથી ત્યાંના વેપારીઓએ પણ સવારે 6 થી બપોરે 12 સુધી દુકાનો બંધ રાખવી પડશે
  • કર્ફ્યૂ વિસ્તારમાં રહેતા લોકો નોન કર્ફ્યૂ વિસ્તારમાં નોકરી-ધંધા માટે નહીં જઈ શકે

સોમવારે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માટે લોકો ઘરના ધાબા કે ગેલેરીમાં ઉભા રહીને પણ દર્શન નહી કરી શકે.દર્શન કરવા હશે તો ઘરની અંદર રહી બારીમાંથી દર્શન કરવા પડશે. રથયાત્રાના કારણે પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાદેલા કર્ફ્યુના પગલે રૂટ પર આવતી ન હોય તે દુકાનો પણ બંધ રાખવાનો પોલીસે ફતવો જારી કર્યો છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારનાલોકો નોકરી પણ નહી જઈ શકે. પોલીસના ફતવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે.

પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે, રથયાત્રામાં રથ સાથે 5 વાહનોને મંજુરી અપાઇ છે. ખલાસી-સેવકની સંખ્યા 60 લોકોની રહેશે. સોમવારે સયાજીગંજ, નવાપુરા, રાવપુરા, સિટી, વાડી અને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. જેથી આ વિસ્તારમાં આવેલા બજારો,માર્કેટ,દુકાનો,ઓફિસ બંધ રહેશે.

માત્ર દુધ અને દવાની દુકાનો જ ચાલુ રહેશે. આ વિસ્તારમાંથી નોન કર્ફ્યું વિસ્તારમાં કોઈ વ્યક્તિ જઈ શકશે નહીં.રથયાત્રા સમયે લોકો ધાબા કે ગેલેરીમાં ઉભા રહીને ભગવાન જગન્નાથજીના દર્શન નહી કરી શકે,તેમને ઘરની અંદર બારીમાંથી દર્શન કરી શકશે.ઘરની બહાર જે પણ વ્યક્તિ નિકળશે તેના વિરૂધ્ધ કર્ફ્યું ભંગનો ગુનો દાખલ કરાશે.

ડેરી અને દુધનો સપ્લાય કરનારને રવિવારે રાતે જ દુધનો સપ્લાય કરી દેવા જણાવાયું છે.લોકો ઓથોરાઈઝડ અમુલ પાર્લર અથવા ડેરીના કેન્દ્ર પરથી દુધ મેળવી શકશે.પરંતું જે લોકો રોડ પર દુધના કેરેટ લઈને બેસવાની મંજૂરી નહી અપાય. ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે યાત્રાનો રૂટ લાંબો હોવાથી 60-60 ખલાસીની બે ટુકડી રખાશે.લોકો રથયાત્રાના લાઈવ દર્શન કરી શકશે.

3000 પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે
1 JCP
6 DCP
100 ACP
1 SRP કંપની

રિહર્સલ : યાત્રાના રૂટ પર પેટ્રોલિંગ, ડ્રોનથી સર્વેલન્સ કરાયું
રાવપુરા,નવાપુરા પોલીસ દ્વારા શનિવારે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરાયું હતું. પોલીસ સમગ્ર રથયાત્રાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરશે. ક્રાઈમ બ્રાંચે ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તાર મચ્છીપીઠ, દૂધવાલા મહોલ્લો,અબ્બાસમીયાનો ખાંચો અને પથ્થરગેટ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ડ્રોન કેમેરા દ્વારા પણ સર્વેલન્સ કર્યું હતું.

વેપારીઓનો વિરોધ : રથયાત્રાના રૂટ પર ન नઆવતી 75% દુકાનો શું કામ બંધ રાખીએ?
સોમવારે કર્ફ્યુંના પગલે રથયાત્રાના રૂટમાં ન હોવા છતાં આ વિસ્તારોમાં આવતી 75 ટકા દુકાનો વેપારીઓએ બંધ રાખવી પડશે.વેપારી રમેશ પટેલે જણાવ્યું હતું કે, રથયાત્રાનો રૂટ નથી ત્યાંના વેપારીઓ શું કામ દુકાન બંધ રાખીને નુકશાની વેઠે.વેપાર વિકાસ એસો.ના પરેશ પરીખે જણાવ્યું કે,પોલીસે સ્પષ્ટતા કરે જેથી વેપારીઓને મુંઝવણ દુર થાય.હાથીખાના બજાર પણ બપોરે 12 વાગ્યા બાદ જ ખુલશે.

એસટી ડેપો અને સિટી બસ પણ બંધ રહેશે
સોમવારે એસટી ડેપોનું કામકાજ સવારે 6 થી બપોરના 12 સુધી બંધ રખાશે .00 જેટલી બસ શહેર બહાર હાઈવેથી પરત જશે. મુસાફરોએ સુરત માટે મકરપુરા ડેપો અમદાવાદ માટે સમા તળાવ અને ડભોઈ માટે સોમા તળાવ જવાનું રહેશે જ્યારે સિટી બસ બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે. વિનાયક લોજીસ્ટીકના મેનેજર નરેન્દ્ર રાણાએ જણાવ્યા મુજબ 120 બસના 36 રૂટ બપોરે 1:30 વાગ્યાથી ફરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...