તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોફાની તત્વો સામે કાર્યવાહી:કાલોલમાં કોમી તોફાન મામલે પોલીસે 1000થી 1500ના ટોળા સામે ફરિયાદ નોંધી, 54 વાહનો જપ્ત કર્યાં

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલોલ પોલીસે 104 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે - Divya Bhaskar
કાલોલ પોલીસે 104 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે
  • પોલીસે તોફાની ટોળા સામે 307, 333 અને પબ્લિક ડેમેજ પ્રોપટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી
  • પથ્થરમારા દરમિયાન ટોળાને કાબૂમાં લેવા પોલીસે 98 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી

પંચમહાલ જિલ્લાના કાલોલમાં બે યુવાનો વચ્ચેની મારામારીના યુવાનની ધરપકડ બાદ એક કોમના ટોળાએ પોલીસ સ્ટેશનમાં પથ્થરમારાના મામલે કાલોલ પોલીસે કાલોલ પોલીસે 1000થી 1500ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. 104 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે. જેમાં 87 પુરુષ અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. પથ્થરમારા દરમિયાન ટોળાને કાબૂમાં લેવા પોલીસે 98 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

ટોળાએ દુકાનોમાંથી લૂંટ ચલાવી હતી
ટોળાએ સમગ્ર ઘટના દરમિયાન દુકાનોમાંથી માલ સામાન, DVR અને 24 હજાર રોકડ રકમ સાથે કુલ 71 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. પોલીસે કોમ્બિંગ દરમિયાન 104 ઈસમો સહિત 54 વાહનો પણ કર્યાં કબજે કર્યાં હતા અને તોફાની ટોળા સામે 307, 333 અને પબ્લિક ડેમેજ પ્રોપટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવના સંદર્ભે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બંને કોમના આગેવાનો, ધર્મગુરૂઓ અને મૌલવીઓ વચ્ચે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. વીડિયો વાઇરલ કરીને શાંતિ ડહોળનાર સામે આઇટી એક્ટ અંતર્ગત કડક હાથે કાર્યવાહીની કરવાની ચેતવણી જિલ્લા પોલીસ વડાએ ઉચ્ચારી છે.

પથ્થરમારા દરમિયાન ટોળાને કાબૂમાં લેવા પોલીસે 98 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી
પથ્થરમારા દરમિયાન ટોળાને કાબૂમાં લેવા પોલીસે 98 ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી

પોલીસ કર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો
કાલોલના બોરું ગામે શુક્રવારે દૂધ ડેરી પર દૂધ ભરવા માટે ગયેલા યુવક સાથે મારમારીનો બનાવ બન્યો હતો. આ બાબતે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે શનિવારે એક આરોપીને પકડ્યો હતો. આરોપીને પકડ્યો હોવાની જાણ થતાં એક કોમનું ટોળુ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને પોલીસ સાથે રકઝક કરી હતી. જેથી પોલીસે ટોળાને વિખેરી દીધું હતું. જોકે, ત્યારબાદ એક કોમનું ટોળું ઉગ્ર બન્યું હતું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

પોલીસે તોફાની ટોળા સામે 307, 333 અને પબ્લિક ડેમેજ પ્રોપટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી
પોલીસે તોફાની ટોળા સામે 307, 333 અને પબ્લિક ડેમેજ પ્રોપટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી

કાલોલ બસ મથક તરફ પણ પથ્થરમારો કર્યો
પથ્થરમારામાં પોલીસકર્મીઓ અને બે અધિકારીને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ ઝનૂની ટોળુ પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસી ગયું હતું. આ ટોળાએ રસ્તામાં આવતી દુકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ આવતા જતાં બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતાં. ટોળાએ એક બાઇકને તોડી નાખી હતી તો રસ્તા પરની દુકાનમાંથી સામાન બહાર કાઢીને ફેંકી દીધો હતો. ટોળએ પથ્થરમારો કરતાં આગળ વધતાં પોલીસ કાફલો પણ બસ સ્ટેન્ડ રોડ પર ધસી આવ્યો હતો અને ટોળને કાબૂમાં લઇ લીધું હતું. કાલોલ ખાતે યુવક પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરાતાં ટોળાએ આરોપીને છોડાવવાના પ્રયાસમાં ભારે પથ્થરમારો કર્યો હતો. ઝનૂની ટોળાનો પથ્થરમારો એટલો ભારે હતો કે, પોલીસે ક્યાંક પાછીપાની કરવી પડી તો ક્યાંક બચવા માટે હેલમેટની જગ્યાએ તપેલીનો સહારો લેવો પડ્યો હતો.

આરોપીઓમાં 87 પુરુષ અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે
આરોપીઓમાં 87 પુરુષ અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે

પોલીસે કોમ્બીંગ કરીને પથ્થરમારો કરનાર તોફાની તત્વોને પકડી પાડ્યા
પંચમહાલ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલે જણાવ્યું કે, શુક્રવારે એક જુથનો છોકરો ડેરી પર ગયો હતો ત્યાં બીજા જુથના છોકરાઓએ મારમાર્યો હોવાના આક્ષેપના સંદર્ભમાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવતાં વાતાવરણ ગંભીર બન્યું હતું. પોલીસે તમામને ભગાડવાની કોશિશ કરતાં એક જૂથના ટોળાએ રોડ પર આવી પથ્થરમારો કર્યો હતો. જેને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડી સ્થિતી કાબૂમાં લીધી હતી. સિનીયર પોલીસ ઓફિસર સહિત એસઆરપીની ટૂકડી સ્થળ પર આવી ગઇ છે. પથ્થરમારામાં એલસીબી પીઆઇ સહીત ચાર પોલીસ કર્મીને ઇજા થઇ હતી. પોલીસે કોમ્બિંગ કરી તોફાનીઓને પકડી પાડ્યા હતા.

પોલીસે 54 વાહનો જપ્ત કર્યાં છે
પોલીસે 54 વાહનો જપ્ત કર્યાં છે

પોલીસે 54 વઘુ વાહનો કબજે કર્યા
આ બનાવમાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. તોફાની તત્વો નાસી જવાની ફિરાકમાં હતા તે પહેલા વિસ્તારને કોર્ડન કરીને પોલીસે સીસીટીવી કુટેજના આધારે પથ્થરમારામાં સામેલ 104 તોફાનીને પકડી પાડ્યા હતા. 54 વાહનો પોલીસ કબજે કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...