જાહેરનામું:બકરી ઇદે જાહેરમાં કુરબાનીની પરવાનગીનો પોલીસનો ઇન્કાર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ થતો હશે તો પોલીસ તંત્ર અટકાવશે

બકરા ઈદ નિમિત્તે સામૂહિક કુરબાનીના આયોજનની પરવાનગી આપવાનો પોલીસેે ઇન્કાર કરી આવા આયોજન નહિ કરવાની સૂચના આપી છે. છતાં સંવેદનશીલ વિસ્તારોમાં થતા આવા આયોજન ઉપર પોલીસે બાજ નજર રાખવાનું નક્કી કર્યું છે.પાણીગેટ પોલીસ મથકની હદમાં આવતા મહેદવીયા સમાજના જમાતખાનામાં સમાજના લોકોએ એકઠા થઈ સામૂહિક કુરબાની આપવાનું આયોજન કર્યું હતું. જેમાં સમાજના સામાન્ય લોકો મોંઘવારીથી પીડિત હોવાથી શાંતિપૂર્ણ રીતે જમાતમાં કુરબાની બાદ સામૂહિક ભોજન લેવાનુ હોવાથી પોલીસ મથકની સ્પેશિયલ બ્રાન્ચમાં પરવાનગી માંગી હતી.

પરવાનગી અંગે સંબંધિત પોલીસ મથકને અભિપ્રાય માટે અરજી મોકલી દેવાઇ હતી. દરિમયાન ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેરમાં સામૂહિક કુરબાની એ જાહેરનામાનો ભંગ થતો હોવાથી આ પ્રકારની કોઈ પરવાનગી આપવી નહી અને આવા કોઈ પણ આયોજન થતા હોય તો અટકાવવાનાની સુચના આપવામાં આવી છે. બકરી ઇદને ધ્યાનમાં લઈ સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસે બંદોબસ્ત ઉપરાંત જાહેરમાં કુરબાનીને અટકાવવા જણાવ્યું છે. જે માટે બાતમીદારો અને સર્વેલન્સ કરવા માટેની સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...