વડોદરા:હત્યાના મેસેજથી પોલીસ પહોંચી, કુદરતી મોત નીકળ્યું

તપાસ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંટ્રોલમાં મેસેજ જતાં ભૂતડીઝાંપામાં ધાડેધાડાં ઊતર્યાં
  • શંકાના નિવારવા પોલીસ પોસ્ટમોર્ટમ કરાવશે

શહેરના ભુંતડીઝાંપા વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલપંપ પાસે હત્યા થઇ હોવાનો પોલીસ કંટ્રોલનો મેસેજ મળતાં કારેલીબાદ પોલીસ સહિતના ટોચના પોલીસ અધિકારીઓ પંટ્રોલપંપ ખાતે પહોંચ્યા હતા. જયાં પહોંચ્યા બાદ પોલીસને જાણ થઇ હતી કે મોત મર્ડરના કારણે નહી પણ કુદરતી કારણે થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ભુંતડીઝાંપા વિસ્તારમાં આવેલા શ્રીનાથ પેટ્રોલપંપ પાસેથી પાસામાંથી છુટીને આવેલો હુસૈન સુન્ની સાંજના સમયે પસાર થઇ રહ્યો. ત્યારે પેટ્રોલપંપ નજીક એક વ્યકિત નીચે પડેલો હતો. એટલે સુન્નીને લાગ્યું હતું કે કોઈની હત્યા કરાઈ છે. એટલે તુરંત શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલે તુરંત જ કારેલીબાગ અને સંબંધિત પોલીસ અધિકારીઓને જાણ કરી હતી.

જેને પગલે ટોચના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં ટાયરની દુકાન ધરાવતા મીર મોહંમદ ઉર્ફ સૈફી (ઉ.52)નું કુદરતી મોત થયું હોવાની પોલીસને જાણ થઇ હતી. નાયબ પોલીસ કમીશ્નર પન્ના મોમાયાએ જણાવ્યું કે ‘હુસેને આ અંગે મેસેજ આપ્યો હતો પણ કુદરતી મોત નીકળ્યું છે. છતાં અમે પોસ્ટમોર્ટમ કરાવાનો નિર્ણય કર્યો છે જેથી કોઈ પણ પ્રકારની શંકા ન રહે.

અન્ય સમાચારો પણ છે...