તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:બોગસ માર્કશીટ કૌભાંડમાં અન્ય નામો ખૂલતાં પોલીસ અલવર પહોંચી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પ્રોફેસર સહિત 3 એજન્ટોની પૂછપરછના આધારે તપાસ
  • ટોળકીએ 500 વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટો વેચી હતી

શહેરમાં તાજેતરમાં બહાર આવેલા બોગસ માર્કશીટ કૌભાંડની તપાસ કરી રહેલી પીસીબી પોલીસે રાજસ્થાન અને અમદાવાદના 3 એજન્ટને ઝડપી લીધા હતા. ત્રણેયની પૂછપરછ બાદ અલવરની સનરાઇઝ યુનિ. સાથે સંકળાયેલા અન્ય એજન્ટોની શોધખોળ કરવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી છે. આ ત્રણેય એજન્ટ અગાઉ પકડાયેલા દિલીપ મોહીતેના સાથીદારો છે. પીસીબીએ ગત મહિને ઓનલાઇન સટ્ટાની તપાસમાંથી આંતરરાજ્ય સ્તરનું બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડી દિલીપ મોહીતે, વિક્કી સરદાર અને વિરલ જયસ્વાલની ધરપકડ કરી હતી.ત્યારબાદ દિલીપ મોહીતેના એજન્ટ રહેલા સનરાઇઝ યુનિ.ના પ્રોફેસર કમ એજન્ટ વિક્રમ મોહનસિંહ ચૌહાણ, ગૌરવ સત્યનારાયણ અગ્રવાલ, નવીન હરીલાલ ઉમરાણિયાને ઝડપી લીધા હતા. 500થી વધુ માર્કશીટ વેચનાર ત્રણેય પાસેથી મળેલી માહિતી આધારે અલવરની સનરાઇઝ યુનિ.ના અન્ય એજન્ટોનાં નામ જાણવા મળતાં પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી છે.

MSU પાસે બોગસ માર્કશીટ આધારે પ્રવેશ અંગે માહિતી માગતાં 15 દિવસે જવાબ નહીં
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરાની એમએસ યુનિ.માં બોગસ માર્કશીટના આધારે કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે તેની માહિતી યુનિ. સત્તાધીશો પાસે મંગાવાઇ છે પરંતુ 15 દિવસ પછી પણ યુનિવર્સિટી સત્તાધીશો એ પોલીસને કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે ફરીથી પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો