કાર્યવાહી:બિલ્ડર નિતેશ પટેલને પકડવા પોલીસના દરોડા, પત્તો ન મળ્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાગીદાર સાથે રૂા. 40.33 કરોડની ઠગાઈનો મામલો
  • મુંબઇ સહિતના સ્થળે તપાસ, મહત્ત્વના દસ્તાવેજો કબજે

ભાગીદારી પેઢીમાંથી અન્ય ભાગીદારનું નામ કાઢી નાખી તથા સુંદરપુરા અને ધનયાવી ગામની જમીનોમાંથી પણ ભાગીદારનો હક જતો કરવા બાબતનો બનાવટી ખોટો લેખ તૈયાર કરી 40.33 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બિલ્ડર નિતેશ પટેલને પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડયા હતા પણ તે મળી આવ્યો ન હતો. પોલીસે મુંબઇના મલાડમાં તથા ગોત્રી રોડ પર અને સુંદરપુરા ગામમાં તેની તપાસ કરી હતી. બીજી તરફ પોલીસે આ કેસને લગતાં મહત્વના દસ્તાવેજો પણ કબજે કરી તપાસ આરંભી હતી.

દલજા સન્મોદ સોસાયટીમાં રહેતા સલીમ હમીદભાઇ મેમણે બિલ્ડર નિતેશ મગનલાલ પટેલ (રહે. રોઝડેલ હાઇટસ, વાસણા ભાયલી રોડ )સામે ફરિયાદ નોંધાવી હતીઇ 2008માં તેમણે અને નિતેશ પટેલે કેલા એસોસિએટ પેઢી ઉભી કર્યા બાદ 40.33 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ તથા તેમનું નામ ભાગીદારી પેઢી માંથી કાઢી નાખ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નિતેશે આપેલા બધાં ચેક રિટર્ન થયા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નિતેશ પટેલે ભાગીદાર સાથે કરેલા પહેલા એમઓયુ બાદ તેણે આપેલા 25.5 કરોડના બધા જ રિટર્ન થયા બાદ ભાગીદાર સાથે ખોટું બોલી 12.50 કરોડના ચેકો પાછા લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...