વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ:ફરાર અશોક જૈનને પકડવા પોલીસના રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં દરોડા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી રાજુ ભટ્ટની તસવીર - Divya Bhaskar
આરોપી રાજુ ભટ્ટની તસવીર
  • છેલ્લા 15 દિવસથી ભૂગર્ભમાં ઊતરી ગયેલા આરોપી અશોકનો પોલીસને પત્તો મળતો નથી
  • રાજુ ભટ્ટને સાથે રાખી પોલીસની ટીમ દ્વારા આજવા રોડની ડવડેક સોસાયટીમાં પંચનામું કરવામાં આવ્યું

શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે અને અશોક જૈનની શોધખોળ કરી રહી છે. બીજી તરફ રાજુ ભટ્ટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવડેક સોસાયટીમાં પહોંચી હતી અને પંચનામુ કરી માહિતી મેળવી હતી.

ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે. જો કે એક તરફ અશોક જૈનની આગોતરા જામીન અરજી ની કાયદાકીય પ્રક્રીયા ચાલી રહી છે ત્યારે પોલીસ અશોક જૈનની પણ શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રયસ્થાનોની માહિતી મેળવીને તે રાજસ્થાન અથવા ઉત્તર પ્રદેશમાં હોવાનું જાણવા મળતાં પોલીસની બે ટીમોએ બંને રાજયોમાં ધામા નાખ્યા છે અને વિવિધ જગ્યાએ આરોપીની તપાસ કરી રહી છે. બીજી તરફ હાલ 3 દિવસના વધુ રિમાન્ડ પર રહેલા અન્ય આરોપી રાજુ ભટ્ટની પણ પોલીસ પુછપરછ કરી રહી છે.

રિમાન્ડ પૂરા થતાં રાજુને આજે કોર્ટમાં રજૂ કરાશે
જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પુરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપુર્વક સમગ્ર મામલાની પુછપરછ કરી હતી. બુધવારે તેના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસ તેને અદાલતમાં રજુ કરશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ફરાર આરોપી અશોક જૈન
ફરાર આરોપી અશોક જૈન

અશોક જૈન ઝડપાઇ ગયો હોવાની અફવા
મંગળવારે આખો દિવસ ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી અશોક જૈન પકડાઈ ગયો હોવાની ચર્ચા ચાલી હતી, જેથી એક તબક્કે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હાલ એક આરોપી રાજુ ભટ્ટ રિમાન્ડ પર છે ત્યારે અશોક જૈન પકડાયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે પોલીસે આ વાતનું ખંડન કરી અફવા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...