જાહેરનામાનો ભંગ:વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ચાલતા સ્પામાં પોલીસની રેડ, માલિક અને મહિલા મેનેજરની અટકાયત કરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પાના માલિક પ્રથમેશ હરીશભાઇ પટેલની અટકાયત - Divya Bhaskar
સ્પાના માલિક પ્રથમેશ હરીશભાઇ પટેલની અટકાયત
  • લક્ષ્મીપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ક્રિસીલ એપાર્ટમેન્ટમાં આવેલા બ્લેસ હેલ્થ એન્ડ વેલનેસ નામનું સ્પા ચાલું હોવાની બાતમી શહેર પીસીબી પોલીસની ટીમને મળતાપોલીસે દરોડો પાડ્યો હતો અને સ્પાના માલિક અને મહિલા મેનેજરને પકડી લઇ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

સ્પાના માલિક અને મહિલા મેનેજરની અટકાયત કરી
પોલીસે જણાવ્યું હતું કે, હાલ સ્પાને બંધ રાખવાનું જાહેરનામું છે, ત્યારે ક્રિસીલ એપાર્ટમેન્ટમાં બ્લેસ હેલ્થ એન્ડ વેલનેસ નામનું સ્પા ચાલુ હોવાની બાતમી મળતા પોલીસની ટીમ સ્પા પર પહોંચી હતી, જ્યાં તપાસમાં સ્પા ચાલુ હાલતમાં હોવાનું જણાયુ હતું, જેથી સ્પાના માલિક પ્રથમેશ હરીશભાઇ પટેલ (રહે કબીરવાડી, છાણી) તથા ત્યાં કામ કરતી મહિલા મેનેજરની પોલીસે અટકાયત કરીને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

કોરોના કાળમાં સ્પા ખૂલ્યા નથી
વડોદરા શહેર સહિત રાજ્યમાં કોરોના કાળમાં સ્પા ખોલવામાં આવ્યા નથી. તેમ છતાં કેટલાક સ્પા સંચાલકો દ્વારા જાહેરનામાનો ભંગ કરીને સ્પા ચલાવવામાં આવે છે. પોલીસે બાતમીને આધારે લક્ષ્મીપુરા વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં રેડ પાડી હતી અને માલિકની અટકાયત કરી હતી.

આ પહેલા પણ બુદ્ધા સ્પા ચાલુ હતું
2 મહિના પહેલા વડોદરાના ઓપી રોડ પર અક્ષર ચોક પાસે ધ પાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા ચાલુ હોવાની બાતમી મળતાં પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે 6 ગ્રાહકો હતા. સ્પા સંચાલકની અટકાયત કરવાની સાથે પોલીસે માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

સ્પામાં 6 ગ્રાહક અને સ્પા ચાલુ હતું
અક્ષર ચોક પાસે ધ પાર્ક કોમ્પ્લેક્સ સ્થિત બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા ચાલુ હોવાનું અને તેમાં ગ્રાહકો આવતા હોવાની બાતમી પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમને મળતાં સ્પામાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે સ્પામાં 6 ગ્રાહક અને સ્પા ચાલુ હોવાનું જણાયું હતું. સરકારની કોવિડ ગાઇડ લાઇન મુજબ સ્પા ચાલુ રાખવા બાબતે પ્રતિબંધ મુકાયો છે ત્યારે બુદ્ધા સ્પા ચાલુ રાખી સંચાલક અને માલિકે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું.

સ્પા સંચાલકની અટકાયત કરી હતી
પોલીસે બુદ્ધા સ્પા સંચાલક પ્રીતેશ પ્રમોદ મિસ્ત્રી (જયનારાયણ સોસા. રણોલી)ની અટક કરી સાથે ઉપરાંત સ્પા માલિક કમલેશ શંકરભાઇ બુલચંદાની (વીંગ કલ્પનાવન, રાજકોટ) સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...