તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં PI પત્ની ગુમ કેસ:પાટણના ડોક્ટરની ફેફિયતના આધારે પોલીસે સ્વીટી પટેલ સાથે દેખાયેલી વ્યક્તિનો સ્કેચ તૈયાર કરાવ્યો, આજે PIનો CDS ટેસ્ટ કરાશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલી સ્વીટી પટેલ અને તેની સાથે દેખાયેલી વ્યક્તિનો સ્કેચ. - Divya Bhaskar
ગુમ થયેલી સ્વીટી પટેલ અને તેની સાથે દેખાયેલી વ્યક્તિનો સ્કેચ.
  • SOG પીઆઇની પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ ગયા બાદ હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી
  • પોલીસે ડોગ-સ્ક્વોડને સાથે રાખીને દહેજ પંથકનાં 4 તળાવો, નદીમાં અને 8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ કર્યું

વડોદરા જિલ્લાના SOGમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી પટેલ 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ ગયાં બાદ હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. પાટણમાં ડોક્ટરના ફેફિયતના આધારે પોલીસે સ્વીટી સાથે દેખાયેલી વ્યક્તિનો સ્કેચ તૈયાર કરાવ્યો છે, જેની તપાસ માટે પોલીસની એક ટીમ પાટણ પહોંચી ગઈ છે અને તેણે તપાસ શરૂ કરી છે. આ પહેલાં પોલીસના કાફલાએ ડોગ-સ્ક્વોડને સાથે રાખીને દહેજ પંથકનાં 4 તળાવો અને નદીમાં તપાસ કરવા સાથે 8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ કર્યું હતું. જોકે હજી સુધી પોલીસને કોઇ કડી મળી નથી.

દહેજની આસપાસનાં ગામોમાં પોલીસ 3 દિવસથી સર્ચ-ઓપરેશન કરી રહી છે
વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) 5 ગત જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 3 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસે દિવસભર 8 કિમી વિસ્તારમાં નદી નાળાં, તળાવો અને મેદાની વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સર્ચિંગ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પીઆઇ દેસાઇ અને તેમનાં પત્ની ભૂતકાળમાં દહેજ પંથકમાં ગયા હોવાથી સર્ચ કર્યું હતું અને લોકો પાસેથી માહિતી મેળવી હતી, પણ ભાળ મળી ન હતી. આ ગામોમાં પોલીસે ડોગ- સ્ક્વોડને પણ સાથે રાખી હતી.

SOG પીઆઇની પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ ગયા બાદ હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી.
SOG પીઆઇની પત્ની 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ ગયા બાદ હજી સુધી કોઈ પત્તો મળ્યો નથી.

પીઆઇ અને તેમનાં પત્નીની કોલ-ડિટેલનો અભ્યાસ
પોલીસે પીઆઇ અને તેમનાં પત્નીની કોલ-ડિટેલ પણ મગાવી છે અને તેમની કોની કોની સાથે કયા સંદર્ભમાં વાતચીત થઇ હતી એ મુદ્દા પર તપાસ કરાઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવના દિવસે કે રાત્રે પીઆઇનાં પત્નીની કોઇની સાથે વાતચીત થઇ હતી કે કેમ એની પણ તપાસ ચાલી રહી છે. પીઆઇનાં પત્નીને શોધવા ટેક્નિકલ સર્વેલન્સનો સહારો પણ લેવાયો છે પણ કોઇ કડી મળી શકી ન હતી.

આજે પણ PI દેસાઈનો સીડીએસ ટેસ્ટ કરાશે
પીઆઇ દેસાઇની વર્તણૂક અંગે સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે પીઆઇને લઇ પોલીસ ગાંધીનગર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સીડીએસ ટેસ્ટ માટે વધુ એક દિવસ લંબાવાયો છે અને આજે ટેસ્ટ કરાવાય એવી શક્યતા છે.

પોલીસે ડોગ-સ્ક્વોડને સાથે રાખીને દહેજ પંથકનાં 4 તળાવો, નદીમાં અને 8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ કર્યું.
પોલીસે ડોગ-સ્ક્વોડને સાથે રાખીને દહેજ પંથકનાં 4 તળાવો, નદીમાં અને 8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ કર્યું.

સુરત સહિતનાં સ્થળો પર પોલીસની તપાસ કરાઈ
પીઆઇનાં પત્નીએ ભૂતકાળમાં સુરતમાં પણ નોકરી કરી હોવાનું જણાતાં પોલીસે સુરતમાં તેમના સંપર્કોને ત્યાં તપાસ કરી હતી. બીજી તરફ પોલીસે પીઆઇની કંપાસ જીપ કારની પણ એફએસએલ દ્વારા ચકાસણી કરાવી હતી.

સમા-સાવલી રોડના ઘરે FSL દ્વારા ચેકિંગ
ગુરુવારે સવારે અને બપોરે FSLને સાથે રાખી પીઆઇ દેસાઇના સમા-સાવલી રોડ લીલેરિયા એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં પોલીસે તપાસ કરી હતી. તેમની સાથે પીઆઇ પણ ગયા હતા. પીઆઇ આ સ્થળે ભાડાના મકાનમાં રહેતા હતા. કરજણની પ્રયોશા સોસાયટીના સીસીટીવી ચકાસાયા હતા. પીઆઇનાં પત્ની કેટલા વાગે જતાં રહ્યાં એની તપાસ ચાલુ છે. પોલીસે ફૂટેજ પણ મેળવ્યા છે પણ એમાંથી કડી મળી નથી. પોલીસે ટોલનાકા અને હાઇવેની હોટલોના સીસીટીવી ફૂટેજ પણ ફંફોસ્યા છે.

હજી સુધી પોલીસને સ્વીટી પટેલની કોઈ કડી મળી નથી.
હજી સુધી પોલીસને સ્વીટી પટેલની કોઈ કડી મળી નથી.