વિરોધ:પોલીસ અધિકારીઓ નોકરી છોડી ભાજપના ખેસ પહેરી લે, કમાટીબાગની બેઠક બાદ માસ્ક મુદે ગુનો નોંધાતા વિરોધ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ગણેશ મંડળ ના સંચાલકો પર થયેલા કેસ ના વિરોધમાં તેઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. - Divya Bhaskar
શહેરના ગણેશ મંડળ ના સંચાલકો પર થયેલા કેસ ના વિરોધમાં તેઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
  • ટીમ રિવોલ્યુશનની ડે.પોલીસ કમિશનરનેઆવેદન આપી રજુઆત ભીડ ભેગી કરનાર ભાજપના નેતાઓ સામે ગુનો નોંધવા માગણી

કમાટીબાગ ખાતે ગણેશમંડળો સાથે થયેલી મીટીંગમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતા સયાજીગંજ પોલીસે કુલ 4 વ્યક્તિઓ વિરૂધ્ધ એપેડેમીક એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો. ગુનો દાખલ થયા બાદ સ્વેજલ વ્યાસે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરે ખેસ પહેરાવવાની જાહેરાત કર્યા બાદ ડે.પોલીસ કમિશનરને મળીને ભાજપના નેતાઓ દ્વારા એકઠી કરવામાં આવેલી ભીડના ફોટા બતાવીને તેમની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ સામે પોલીસ કાર્યવાહી ન કરે તો અધિકારીઓ સરકારી નોકરી છોડી ભાજપનો ખેસ પહેરી લે.

ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, કમાટીબાગ ખાતે ગણેશ મંડળો સાથે રાખવામાં આવેલી મીટીંગ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારા સહિત ચાર વિરૂધ્ધ એપેડેમીક એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. અમારી રજુઆત છે કે, મીડીયાને સંબોધન કરવા માત્ર માસ્ક ઉતાર્યું હતું.જે વિડિયોના આધાર પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ કાયદા તોડીને ડિજે સાથે રેલી કાઢે છે અને તેમને પોલીસ પ્રોટેક્શન પણ મળે છે.

આ રેલીમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય છે.ત્યારે તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે અમારા દ્વારા ભાજપના નેતાઓના ફોટા પોલીસ કમિશનરને આપ્યાં છે. જેમાં કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભીડ ભેગી થયેલી છે. ભાજપના નેતાઓ સામે પણ કાયદેસરના પગલા ભરવા માટે ડે. પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...