તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ કરનાર યુવકને પોલીસે પકડ્યો, ફરિયાદી મહિલાએ જોયો તો બોલી ઊઠી, આ તો મારો સંબંધી છે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદનો જમીન દલાલ મહિલાને જુદા જુદા IDથી મેસેજ કરી પજવતો હતો

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર જુદા જુદા ફેક આઈડી બનાવી પરિણીતાને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અમદાવાદથી એક મોબાઈલ રોમિયોને ઝડપી પાડયો હતો. જયારે મહિલાઅે અારોપીને જોયો તો તેને માનવામાં અાવ્યુ ન હતું કે અાને જ બિભત્સ મેસેજ કર્યા છે, કારણે અારોપી મહિલાનો પરિચીત અને નજીકનો સંબંધી હતો.

શહેર નજીક આવેલા ગામમાં રહેતી પરિણીતા સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધરાવે છે. તેઓના ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ આઇડીથી છેલ્લા ઘણા સમયથી મેસેજ મોકલી બિભત્સ માંગણીઓ કરવામાં આવી રહી હતી. તદ્ઉપરાંત એક આઈડી પર મહિલાના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. આ અંગેની જાણ પરિણીતાએ તેના પરિવારજનોને થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશ પર એકાઉન્ટ ધરાવતી અજ્ઞાત વ્યક્તિએ તેઓના એકાઉન્ટ અને ફોટાનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ લખાણ લખી મેસેજ મોકલવાનું ચાલુ કર્યું હતું. જોકે પરિણીતાએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ પણ મોબાઈલ રોમિયો આટલે જ અટક્યો નહતો અને પજવણી ચાલુ રાખી હતી.

આ અંગેની ફરિયાદ થતા તાલુકા પોલીસે મોબાઈલ તેમજ સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. જેમાં અમદાવાદના નવા નરોડાની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા રોમિયો વૈભવ જગદીશરાવ તોડકરને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો 21 વર્ષનો વૈભવ તોડકર જમીન દલાલીનો વ્યવસાય કરતો હોવાનું સપાટી પર આવ્યું છે. તાલુકા પોલીસે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી પરિણીતાને પરેશાન કરનાર યુવકની ધરપકડ કરી છે. પોલીસે પરિણીતાને બોલાવતાં જ તે આરોપી યુવકને જોઈ ચોંકી ઊઠી હતી. ઝડપાયેલો આરોપી પરિણીતાનો નજીકનો સંબંધી હોવાનું સામે આવ્યું હતું. તેના મોબાઇલમાંથી મોટી માત્રામાં અશ્લીલ સાહિત્ય મળી આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.

એક એકાઉન્ટ બ્લોક કર્યું તો બીજા ત્રણથી મેસેજ કર્યા
વૈભવે પરિણીતાના ફોટોનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને જેનાથી બિભત્સ વાત શરૂ કરી નગ્ન ફોટોની માગણી કરી હતી. જેથી પરિણીતાએ રોમિયોનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. છતાં રોમિયોએ અન્ય 3 એકાઉન્ટ બનાવી પરિણીતાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો