તસ્કરોના નિશાને CNG કીટ:વડોદરાના પોરમાં 5 કારમાંથી CNG કીટના સિલિન્ડર ચોરી કરી ભાગતા 1 તસ્કરને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો, એક ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
5 કારના કાચ તોડી સીએનજી કીટના સિલિન્ડરની ચોરી સમયે ત્રાટકેલી વરણામાં પોલીસે એક તસ્કરને  રંગેહાથ ઝડપી પાડ્યો (પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
5 કારના કાચ તોડી સીએનજી કીટના સિલિન્ડરની ચોરી સમયે ત્રાટકેલી વરણામાં પોલીસે એક તસ્કરને રંગેહાથ ઝડપી પાડ્યો (પ્રતિકાત્મક તસવીર)
  • નાઇટ પેટ્રોલિંગ સમયે નીકળેલી પોલીસને જોતા તસ્કરોએ ગેસ સિલિન્ડર છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો

વડોદરા નજીક આવેલા પોર ખાતે મુખ્ય માર્ગ નજીક પાર્ક કરેલી 5 કારના કાચ તોડી સીએનજી કીટના સિલિન્ડરની ચોરી સમયે ત્રાટકેલી વરણામાં પોલીસે એક તસ્કરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને કાર સાથે ફરાર થઇ ગયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ઇકો કારના સાઇલેન્સરની ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે હવે સીએનજી ગાડીના માલિકો સામે આ ઘટના લાલબત્તી સમાન છે.

તસ્કરોએ કારમાંથી ગેસ સિલિન્ડર કાઢીને બહાર મૂક્યા
વડોદરા નજીક પોર ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા યજ્ઞેશભાઇ પટેલે પોતાની વેગન આર કાર શિવ કોમ્પલેક્ષ નજીક પાર્ક કરી હતી. બીજા દિવસે તેમની કારનો કાચ તૂટેલો હોય તપાસ કરતા કારમાંથી રૂપિયા 20 હજાર રૂપિયાની કિંમતની સીએનજી કીટના સિલિન્ડર ચોરી થયાનું બહાર આવ્યું હતું. આજુબાજુ તપાસ કરતા નજીકમાં આવેલા એવન ગેરેજ તથા બજરંગ સર્વિસ ખાતેથી પણ અજાણ્યા તસ્કરોએ 4 કારના કાચ તોડી સીએનજી કીટના સિલિન્ડર કાઢી કારની બહાર મૂક્યા હતા.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી
આ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ સમયે નીકળેલી પોલીસને જોતા સિલ્વર એસેન્ટ કાર લઇને આવેલા તસ્કરોએ ગેસ સિલિન્ડર છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે પીછો કરતા ચોરીનો ગેસ સિલિન્ડર ફેંકી નાસતા સૂફીયાન મહેબૂબ ઇસ્માઇલવાલા(રહે, મોહમદી સોસાયટી, વેજલપુર રોડ, ગોધરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે મિત્ર ઉવેશ ઇકબાલની કારમાં ચોરીનો પ્લાન ઘડ્યો હોવાનું જણાવતા પોલીસે ઉમેશ ઇકબાલ(રહે, ઇદગાહ મ્હોલ્લો, ગોંદરા સર્કલ પાસે, ગોધરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

નાઇટ પેટ્રોલિંગ સમયે નીકળેલી પોલીસને જોતા તસ્કરોએ ગેસ સિલિન્ડર છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો (પ્રતિકાત્મક તસવીર)
નાઇટ પેટ્રોલિંગ સમયે નીકળેલી પોલીસને જોતા તસ્કરોએ ગેસ સિલિન્ડર છોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો (પ્રતિકાત્મક તસવીર)

કારના સાઇલેન્સરની ચોરી કરનારા 3 ઝડપાયા હતા
આ પહેલા ગુરૂવારે વડોદરાના નવાપુરા વિસ્તાર સહિત અલગ-અલગ વિસ્તારમાં ઇકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરનારા 3 જણાને નવાપુરા પોલીસે ઝડપી લીધા હતા.નવાપુરા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે, ટાટા માન્ઝા ગાડીમાં કેટલાક શખ્સ ચોરીનાં સાઇલેન્સર વેચવા માટે ફરી રહ્યા છે. જેથી પોલીસે મદનઝાંપા રોડ પર આંબેડકર ચોક પાસે વોચ ગોઠવી કાર અટકાવી હતી. કારમાંથી ડ્રાઇવર સહિત 3 પકડાયા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમનાં નામ ઇકબાલહુસેન ઉર્ફે ઇલ્લુ મોહમંદ હનીફ ઉર્ફે બન્નુભાઇ શેખ, હસનઅલી સહાદતઅલી સૈયદ અને સાજીદ શરીફ મલેક હોવાનું બહાર આવ્યું હતું.

તપાસમાં વધુ 3 સાઇલેન્સર મળ્યાં હતાં
ત્રિપુટી પાસેથી ચોરીનું એક સાઇલેન્સર મળ્યા બાદ તપાસમાં વધુ 3 સાઇલેન્સર મળ્યાં હતાં. તેમણે નવાપુરામાંથી 2 અને આજવા રોડ દૂધેશ્વર જૈન દેરાસર પાસેથી એક ઇકોનું સાઇલેન્સર ચોર્યું હતું. પોલીસે કાર, 4 સાઇલેન્સર, મોપેડ તથા ચોરી કરવાનાં સાધનો મળીને રૂા.1,95,110 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, રાત્રે તેઓ કાર લઇને ચોરી કરવા જતા હતા અને ઇકોની પાસે પોતાની કાર પાર્ક કરી સાઇલેન્સર કાઢી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...