દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં પોતાની ખોટી રીતે કેસમાં સંડોવણી કરી હોવાના આક્ષેપ સાથે રેલવેમાં ગેંંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીએ તોફાન મચાવી પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી માર માર્યાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે આરોપી વિરૂદ્ધ સરકારી કર્મી પર હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ યુનિટના સમલાયા રેલવે આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવતા બલવીર સિંહ જયદીપસિંહ 3 જૂનના રોજ ફરજ ફૂટ પેટ્રોલિંગ વોચમાં હતા. આ દરમિયાન રેલવેમાં ગેંગ કર્મચારી તરીકે ફરજ બજાવતો વસંતકુમાર ચૌધરી ( રહે - રેલવે કોલોની, સમલાયા, સાવલી / મૂળ રહે - બિહાર ) નશાયુક્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને પત્નીના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો અને આરોપીની ઓનલાઈન ફિંગરપ્રિન્ટ તથા ફોટોગ્રાફ્સ માટે દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા રવાના થયા હતા.
દરમિયાન ચાલુ ટ્રેનમાં આરોપીએ અચાનક આવેશમાં આવી " મુજે ગલત તરીકે તે હેરાન કરતે હો " તેમ કહી પોલીસ કર્મીને અપશબ્દો બોલી મારામારી કરી હતી. જો કે સાથી પોલીસ કર્મચારીએ પરિસ્થિતિ સંભાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.