તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતા પર ત્રાસ:પતિએ કહ્યું, 'તારું શરીર વેચીને પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા લાવ', તો દિયરે એસિડ નાખવાની ધમકી આપી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાખવાની ધમકી આપી હોવાનો પરિણીતાનો આક્ષેપ
  • સાસરિયાંએ અમાનુષી અત્યાચાર ગુજારતાં ત્રસ્ત થઈ ગયેલી પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરામાં ઘરનું ગુજરાન ચલાવવા માટે પત્નીને શરીર વેચીને પૈસા લાવવા માટે દબાણ કરતા પતિ સહિત સાસરિયાંઓ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે છૂટાછેડા આપવા માટે દિયરે એસિડ નાખવાની ધમકી આપી હતી.

સગાઇ કર્યા બાદ ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતો હતો
વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં રહેતાં કલ્પનાબેન(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ-2020માં વડોદરાના એચ-5 મારુતિધામ ફ્લેટ ટીપી-13, છાણી જકાતનાકા ખાતે રહેતા ઋષિકેશ રોહિતભાઇ સુથાર સાથે થયા હતા. કલ્પનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઋષિકેશે સગાઈ બાદ જણાવ્યું હતું કે હવે આપણા લગ્ન થવાના છે. શારીરિક સંબંધ બાંધવામાં શું વાંધો છે, એમ જણાવી અવાર-નવાર પોતાના ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ પતિએ પોતાની ઉંમર છુપાવી હતી અને તેનો પગાર 10 હજાર રૂપિયા હોવા છતાં રૂપિયા 20 હજાર હોવાનું જણાવીને ખોટી રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિએ નોકરી છોડી દીધી હતી.

ભાઇને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાખવાની ધમકી આપી(પ્રતીકાત્મક તસવીર)
ભાઇને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાખવાની ધમકી આપી(પ્રતીકાત્મક તસવીર)

પતિએ પત્નીને કહ્યું: 'તારું શરીર વેચીને પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા લાવ'
પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પતિએ નોકરી છોડી દીધા બાદ મને નોકરી કરવા માટે દબાણ કરતો હતો. પતિ એમ પણ કહેતો હતો કે ઘરમાં ગમે તે રીતે પૈસા લાવ. તારું શરીર વેચીને પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા લાવ. પતિનું દબાણ વધતાં આખરે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરવાની ફરજ પડી હતી. નોકરી ચાલુ કર્યા બાદ કોઇ દિવસ ઘરે આવવામાં મોડું થાય ત્યારે પતિ ઋષિકેશ માર પણ મારતો હતો.

છૂટાછેડા આપવા દિયરે એસિડ નાખવાની ધમકી આપી
ફરિયાદમાં કલ્પનાબેને જણાવ્યું છે કે થોડા સમય બાદ પતિ ઋષિકેશે છૂટાછેડા લેવા માટે દબાણ શરૂ કર્યું હતું. પતિ તેમજ સાસુ-સસરા જણાવતાં હતાં કે તું તારા ઘરેથી રૂપિયા 2 લાખ લાવીશ તો જ અમે તને ઘરમાં રહેવા દઇશું, નહીં તો છૂટાછેડા લેવા માટે તૈયાર રહેજે. છૂટાછેડા લેવા માટે માસી સાસુનો પુત્ર મનીષ પણ દબાણ કરતો હતો અને તે જણાવતો હતો કે તું મારા ભાઇને છૂટાછેડા આપી દે, નહીં તો તારા ઉપર એસિડ નખાવી દઇશ. લગ્નના બે-ત્રણ માસ પછી પતિ સાસુ, સસરા, માસી સાસુ તેમજ દિયરે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કરતાં ત્રસ્ત થઇ ગયેલી કલ્પનાબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લગ્નના બે-ત્રણ માસ પછી પતિ, સાસુ, સસરા, માસી સાસુ તેમજ દિયરે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું(પ્રતીકાત્મક તસવીર)
લગ્નના બે-ત્રણ માસ પછી પતિ, સાસુ, સસરા, માસી સાસુ તેમજ દિયરે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું(પ્રતીકાત્મક તસવીર)

સાસરિયાંએ અત્યાચાર ગુજારતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
મહિલા પોલીસે પરિણીતા કલ્પનાબેનની ફરિયાદના આધારે પતિ ઋષિકેશ સુથાર, સસરા રોહિતભાઇ સુથાર, સાસુ ગાયત્રીબેન સુથાર, માસી સાસુ અરુણાબેન સુથાર અને માસી સાસુ અરુણાબેનના પુત્ર મનીષ સુથાર સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...