વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:'બંને યુવાનોએ મારા હાથ બાંધ્યા, મોઢા ઉપર ડૂચો મારી રીક્ષામાં લઇ જઇને બળાત્કાર કર્યો' ડ્રાઇવરના મુખે આપઘાત પહેલા પીડિતાની આપવીતી

વડોદરા2 મહિનો પહેલા
વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડ ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં નવસારીની યુવતીએ આપઘાત કર્યો હતો
  • દુષ્કર્મ બાદ પીડિતાની મદદ કરનાર બસ ડ્રાઇવર કહે છે કે, 'મારા જીવને જોખમ છે'

વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટના ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડ ખાતે ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં નવસારીની યુવતીએ આપઘાત કર્યો હતો. આ કેસમાં ખાનગી બસના ડ્રાઇવરે પોતાના જીવનું જોખમ હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. ખાનગી બસના ચાલક રાજુભાઇ(નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે, મારા જીવને જોખમ છે, તેમ છતાં હું મૃતક યુવતીને ન્યાય અપાવવા પોલીસને મદદ કરી રહ્યો છું. કાલે આપણી કોઇ છોકરી સાથે બળાત્કાર ન થાય તે માટે હું મદદ કરી રહ્યો છું. જે ચકલી સર્કલ ખાતે લેવા માટે આવેલી યુવતીની બહેનપણીએ તેની કાળજી રાખી નહોતી. તેની નિષ્કાળજીને કારણે આ ઘટના બની છે.

બંને યુવાનોએ મારા હાથ બાંધીને બળાત્કાર કર્યો
વલસાડની NGOમાં કામ કરતી યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સિન મેદાનમાંથી તેની બહેનપણી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સિન ગ્રાઉન્ડમાં સાંજે 6-55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોઢા ઉપર ડૂચો મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.

વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી લઇ જઇને યુવતી પર બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું
વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી લઇ જઇને યુવતી પર બંને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું

બસ ડ્રાઈવર અને એક કાકાએ યુવતીને કપડાં શોધીને આપ્યા
વધુમાં રાજુભાઇએ જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી લેંગીસ અને ચપ્પલ શોધી લાવ્યા હતા. લેંગીસ ફાટેલી હતી. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું.

રીક્ષામાં જવાનો ઈનકાર કરતા ચાલીને મૂકવા ગયા
રાજુભાઇએ વધુમાં જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો. આથી હું તેને ચાલતા ચકલી સર્કલ પાસે મુકવા નીકળ્યો હતો. રસ્તામાં ઓટો રિક્ષામાં જવાનું કહ્યું. યુવતીએ રિક્ષામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી.

બંને યુવાનોએ મારા હાથ બાંધીને બળાત્કાર કર્યો હતો
બંને યુવાનોએ મારા હાથ બાંધીને બળાત્કાર કર્યો હતો

યુવતીની બહેનપણીએ પોલીસ ફરિયાદની ના પાડી
રાજુભાઇએ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી અને જણાવ્યું કે, આપડે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રિક્ષાનો નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્ષા ઉભેલી જોઇ હતી.

ફોનના આધારે યુવતીની ઓળખ થઈ હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રીક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી
પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને FSLની ટીમ આજે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી હતી અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો
અન્ય સમાચારો પણ છે...