વડોદરા PI પત્ની ગુમ કેસ:ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ, પોલીસે પુત્રને પણ સવાલો કર્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • પોલીસ પીઆઇ દેસાઇના એસડીએસ તેમજ પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટની રાહ જોઇ રહી છે

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના પ્રકરણમાં પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પીઆઇ દેસાઇના એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ બાદ ત્રણેય ટેસ્ટના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે. સ્વીટી પટેલના ગુમ થવાના 43 દિવસ પછી પણ ઠેરની ઠેર છે.

પોલીસ હવે રિપોર્ટની રાહ જોઇને બેઠી છે
પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વિટી મહેન્દ્ર પટેલ 43 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતો 17 વર્ષનો પુત્ર રિધમ અને સ્વીટી પટેલ
ઓસ્ટ્રેલિયામાં રહેતો 17 વર્ષનો પુત્ર રિધમ અને સ્વીટી પટેલ

સ્વીટીના પૂર્વ પતિની પણ પૂછપરછ કરાઇ
આ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે બંને ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે બંનેના છુટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યાં હતા અને પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યાં હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતસે જણાવ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં તેમને હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓ ઓસ્ટ્રેલિયા કે, વિદેશમાં કોઇ સ્થળે ગયા હોવા બાબતે પણ તેમણે ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ સ્વીટી પટેલનો પાસપોર્ટ રિન્યુ થયો જ નથી તો તે વિદેશ કઇ રીતે જઇ શકે.

સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો છે
43 દિવસથી ગુમ સ્વીટી પટેલેને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી કરી રહી છે. સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો છે. આ સંબંધે સ્વીટી પટેલ હાર્દિક પંડ્યાની ભાભી થતી હતી. જોકે, બાદમાં સ્વીટી અને હેતસ પંડ્યાએ ડિવોર્સ લઈ લીધા હતા.

પોલીસ પીઆઇ દેસાઇના એસડીએસ તેમજ પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ રાહ જોઇ રહી છે
પોલીસ પીઆઇ દેસાઇના એસડીએસ તેમજ પોલિગ્રાફી ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ રાહ જોઇ રહી છે

પીઆઇની નિકટ ગણાતા કરજણના કિરીટસિંહ જાડેજાની પૂછપરછ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પીઆઇ દેસાઇની નિકટ ગણાતા કરજણના કિરીટસિંહ જાડેજાની પૂછપરછ કરાઇ હતી અને હવે અટાલી પાસે જે મકાનમાંથી અને જમીન પરથી બળેલા હાડકા મળ્યા હતા તે જમીનના દસ્તાવેજો મેળવી તપાસ શરુ કરાઇ છે. સુત્રોએ ઉમેર્યું હતું કે આ જમીન કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી
ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી