તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:પોલીસે એકલા રહેતા 4 હજાર સિનિયર સિટીઝનને પરિવારની હૂંફની અનુભૂતિ કરાવી, ટિફિટ, રાશન અને દવા સહિતની મદદ પહોંચાડી

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા પોલીસે કાયદો અને વ્યવસ્થા સાચવવાની સાથે વડીલોની કાળજી લઈને વિશ્વ મારો પરિવારની ભાવના સાર્થક કરી

યુનાઇટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે 15 મી મેના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે. આજે આખું વિશ્વ જ્યારે કોરોના વાઈરસ જેવા રોગ સામે લડી રહ્યું છે, ત્યારે લોક રક્ષક ગણાતા એવા આપણા પોલીસ અને ડોક્ટરો આપણી સારસંભાળ માટે પોતાનું જીવન જોખમે મુકે છે, ત્યારે વડોદરાના પોલીસ કર્મચારીઓ એ એકલા રહેતા અંદાજે 4 હજાર વૃદ્ધોને કોરોના કટોકટી વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સુવિધાઓ અને પરિવારજન જેવી હૂંફ આપીને જાણે કે તેમના ઘરના સભ્ય તરીકેની જવાબદારીઓ નિભાવી છે. 2019માં ડીસીપી સરોજ કુમારી દ્વારા શરૂ કરવામાં આવેલું "વરિષ્ઠ નિર્ભયમ"  કે જે એકલા રહેતા વૃદ્ધોને મદદરૂપ થાય તે માટે સેલ બનાવવામાં આવ્યું છે, જે આવા કોરોના જેવી કપરી પરિસ્થિતિ સમય કામ કરી રહ્યું છે અને એકલા રહેતા વૃદ્ધો માટે એક પરિવારના સભ્યોના જેમ અંગત સ્તર પર કાળજી લઇ રહ્યા છે.

આ સેલના પોલીસ અધિકારીઓ અને જવાનો રોજના 15 થી 20 વૃદ્ધોના ઘરે જાય છે અને તેમને સામાન્યથી લઈ અત્યંત જરૂરી ચીજવસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.  તેમના સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 6359054577 ઉપર 700 જેટલા નોંધાયેલા વૃદ્ધો તથા વગર નોંધાયેલા એકલા રહેતા વૃદ્ધો પણ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોતાની જરૂરિયાત તથા મુશ્કેલીઓનું સમાધાન મેળવે છે. દરેક વૃદ્ધ તેઓ મળે ત્યારે કોરોનાથી જાગૃત રહેવા અને પોતાની સારસંભાળ લેવી તેની સૂચના આપે છે તથા તેમને માસ્ક તથા સેનેટાઇઝરની ઉપયોગીતા સમજાવે છે અને આપે છે. ડાયાબિટીસ તથા બીજા રોગોથી પીડિત વૃદ્ધો માટે રેગ્યુલર ચેકઅપની સુવિધાઓ ઘરે અગત્યની દવાઓ પહોંચાડવાનું કામ તો કરે જ છે, પરંતુ તેની સાથે સાથે બીજી અગત્યની વસ્તુઓ જેમકે રાશન, ડાયાબિટીસ તથા બીજા રોગોના વૃદ્ધો માટે સુવિધા રેગ્યુલર ચેકઅપની સુવિધાઓ ઘરે અગત્યની દવાઓ પહોંચાડવાનું કામ તો કરે જ છે પરંતુ તેની સાથે સાથે બીજી અગત્યની વસ્તુઓ જેમકે રાશન, શાક, દૂધ જેવી વસ્તુઓનું પણ ઘરઆંગણે પ્રદાન કરે છે. 

બીજા લોકડોઉન વખતે જ્યારે વૃદ્ધોએ બેસો અને વાતો કરો તેવી માંગ કરવા માંડ્યા, ત્યારે પોલીસ કર્મચારીઓ માટે ડ્યુટી સમયે તે શક્ય બનતુ તેમ ન હતું, ત્યારે તેઓ માટે સાઈકોથેરાપિસ્ટ જેવી સુવિધાઓ પણ આ પોલીસ કર્મચારીઓએ ઉપલબ્ધ કરી. જે વૃદ્ધો બહારથી ટિફિન પર આધારિત રહેતા તથા જે વૃદ્ધો ઝુપડપટ્ટીમાં રહેતા હોય તેવા વૃદ્ધો માટે 'પોલીસ કિચન' જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ આવી જેથી તેમની જમવાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વડોદરાના પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય આવા સમયે એકલા રહેતા વૃદ્ધોને જાગૃત કરવાનો છે, તેમની જેટલું બની શકે તેટલું મદદરૂપ થવાનો છે તથા પરિવારના સભ્ય ની ખોટ ના સાલે તે માટે તેમના એક પરિવારના સભ્યોની જ ભૂમિકા નિભાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો