તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મહી નદીમાંથી મળેલી લાશના કેસમાં પોલીસે 500થી વધુ ફરિયાદો ફંફોસી

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હત્યાનો ભેદ ઉકેલવા માટે ગુમ-અપહરણના કેસ સ્ટડી કરાયા
 • પોલીસની 3 ટીમ કામે લાગી, એક સપ્તાહ બાદ રાજ્ય બહાર તપાસ અર્થે જશે

ગત રવિવારે સાવલી પોઇચા હાઇવે પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી એક યુવકની હાથ-પગ બાંધેલી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેની તપાસમાં જિલ્લા એલસીબીની ટીમે રાજ્યના અલગ-અલગ તાલુકાઓના 500થી વધુ ગુમ થયેલા અને અપહરણ અંગેની ફરિયાદના કેસ સ્ટડી કર્યા છે. આ ઉપરાંત પોલીસે 3 જેટલી ટીમોને તપાસ માટે કામે લગાડી છે.

ગત રવિવારે સાવલીના પોઇચા નજીક એક્સપ્રેસ હાઇવે પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી યુવકની લાશ મળી આવી હતી. ઘટના સંદર્ભે ભાદરવા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી તપાસ કરતાં મૃતકના હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. બનાવની તપાસમાં જિલ્લા એલસીબીની ટીમ પણ જોડાઈ છે. જોકે અત્યાર સુધી પોલીસને કોઈ નક્કર કડી મળી નથી રહી. મૃતદેહની ઓળખ થાય તે માટે જિલ્લા પોલીસની 3 ટીમ બનાવવામાં આવી છે, જે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં તપાસ ચલાવી રહી છે.

જિલ્લા એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાના જણાવ્યા અનુસાર પોલીસે આ ગુનાની તપાસમાં રાજ્યમાં ગુમ થયેલા હોય તેવા અને અપહરણના કુલ 500થી વધુ કેસ સ્ટડી કર્યા છે. તદુપરાંત રાજ્યના હાઇવે અને ટોલ નાકા પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં હોવાથી યુવકની ઓળખ મુશ્કેલ બની રહી છે.

વાલી વારસોને શોધવા સોશિયલ મીડિયાનો સહારો લેવાયો
યુવકની લાશ સડી ગયેલી હોવાથી તેની ઓળખ કરવામાં પોલીસને ફાંફાં પડી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના વાલી વારસોને શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેમાં ફોટા સાથેની વિગતો વિવિધ રાજ્યના પોલીસ ગ્રૂપમાં તેમજ અન્ય ગ્રૂપમાં વાઈરલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો