• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Police Have Not Registered A Case Of Misdemeanour Even After 14 Days Of Navsari Students Suicide The Perpetrators Are Openly Returning

વડોદરા ગેંગરેપમાં અંતે ગુનો દાખલ:બે નરાધમ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા-કથિત દુષ્કર્મનો ગુનો નોંધાઈ રહ્યો છે, થોડા સમયમાં કેસનો પર્દાફાશ કરીશું: રેલવે રેન્જ આઇજી

વડોદરા14 દિવસ પહેલા
  • પોલીસની 5 એજન્સી શોધખોળ કરતી હોવા છતાં નરાધમો હજી સુધી પકડાયા નથી
  • પોલીસે ઓએસિસની ઓફિસના 55 લોકોની પૂછપરછ કરી, 3 શકમંદોની સઘન પૂછપરછ

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતની ઘટનાના 14 દિવસ બાદ વલસાડ રેલવે પોલીસમાં બે નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાના નિશાન હોવાનું જણાવાયું હતું. તેમ છતાં પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધ્યા વિના જ તપાસ કરી રહી હતી. રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બે આરોપી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધઇ રહ્યો છે અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ કરીશું.

બંને આરોપીને જોનારા સાક્ષીઓ મળ્યા છે
રેલવે રેન્જ આઇજીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી તપાસ દરમિયાન બાદ સાક્ષી અને CCTVને આધારે યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે.

પોલીસની 5 એજન્સીઓ શોધખોળ કરતી હોવા છતાં નરાધમો હજી સુધી પકડાયા નથી
પોલીસની 5 એજન્સીઓ શોધખોળ કરતી હોવા છતાં નરાધમો હજી સુધી પકડાયા નથી

આત્મહત્યાની દુષ્પ્રેરણા-કથિત દુષ્કર્મની ફરિયાદ રેલવે પોલીસ દાખલ કરી રહી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. આ ઘટના આત્મહત્યા કરી હોવાનું લાગે છે અને જે કમનસીબ ઘટના ઘટી હતી. તેના માનસિક આઘાતમાં દીકરીએ આત્મહત્યા કરી હોવાનું લાગે છે. દીકરીને ન્યાય મળે તે માટે સીએમ, ગૃહમંત્રી અને ડીજીપીએ અમને તમામ મદદ કરી છે. આજે આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મની ફરિયાદ રેલવે પોલીસમાં દાખલ થઇ રહી છે.

29 ઓક્ટોબરે દુષ્કર્મ બાદ 4 નવેમ્બરે પીડિતાએ આપઘાત કર્યો હતો
29 ઓક્ટોબરે દુષ્કર્મ બાદ 4 નવેમ્બરે પીડિતાએ આપઘાત કર્યો હતો

બહુ થોડા સમય કેસનો પર્દાફાશ કરીશું
તેઓએ ઉમેર્યું હતું કે, આત્મહત્યા મજબૂર થયેલી પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી પાડવા માટે અમે બધા સતત પ્રયત્નશિલ છીએ અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે. ત્રણ સાક્ષીઓ છે, તેમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

સુરત રેલવે સ્ટેશન પર પીડિતા છેલ્લા દેખાઇ હતી
સુરત રેલવે સ્ટેશન પર પીડિતા છેલ્લા દેખાઇ હતી

ચાણોદની ઓએસિસ ઓફિસના 55 લોકોની પૂછપરછ કરી
ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યાં હતા. ચાણોદ સ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા મંગળવારે ફરી તપાસ હાથ ધરાઈ છે અને 55 લોકોની પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મી કે જે હાલ અલગ સ્થળે ફરજ બજાવી રહ્યા છે તેમને તપાસમાં જોડી દેવાયા છે.

પોલીસે 3 શકમંદની અટકાયત કરી હતી
નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે 3 શકમંદની અટકાયત કરી હતી. એક શકમંદ સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. તેને સીસીટીવીને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સુરતની ઝૂંપડપટ્ટીમાંથી દબોચી લીધો હતો. પીડિતાએ ટ્રેનમાં બેસીને સાથી કર્મચારીને મેસેજ કર્યો હતો. પીડિતાની ડાયરીમાં તેનો પીછો કરી રહ્યું હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત 1 રિક્ષાચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી વ્યક્તિ સંસ્થા સંકળાયેલી છે. જ્યારે ફતેગંજમાં ચાની લારી ધરાવતા શખ્સની ભૂમિકા શંકાસ્પદ જણાતાં તેની પૂછપરછ કરાઈ છે.

પોલીસે ઓએસિસની ઓફિસના 55 લોકોની પૂછપરછ કરી
પોલીસે ઓએસિસની ઓફિસના 55 લોકોની પૂછપરછ કરી

યુવતી રહેતી હતી તે ફ્લેટના રહીશોની પોલીસે પૂછપરછ કરી
વડોદરાના હરિનગર બ્રિજ પાસેના આશ્રય ફ્લેટમાં યુવતી રહેતી હતી. આ ફ્લેટના રહીશોની પણ પોલીસે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ અને આસપાસની બિલ્ડિંગોના સિક્યુરિટી ગાર્ડની પણ પોલીસે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પોલીસે યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરી છે. જોકે, એમાંથી ખાસ કંઇ વિગતો મળી નથી.

પુરાવા, સાક્ષીઓ, ડાયરીમાં દુષ્કર્મની વાતને સમર્થન મળ્યું છે
પુરાવા, સાક્ષીઓ, ડાયરીમાં દુષ્કર્મની વાતને સમર્થન મળ્યું છે

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.