વડોદરા ગેંગરેપકાંડ:પોલીસ પાસે 17 દિવસથી યુવતીનો મોબાઇલ હોવા છતાં મર્ડરની થિયરી પર તપાસ જ નથી કરી, મેસેજના પુરાવા છતાં હજી આપઘાતની તપાસનું રટણ

વડોદરા11 દિવસ પહેલા
  • પોસ્ટમોર્ટમ અને FSLનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે, આ કેસ આત્મહત્યાનો છેઃ રેલવે DySP
  • સ્વીટી મર્ડર કેસની જેમ આ કેસની તપાસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાશે?

વડોદરામાં યુવતી પર ગેંગરેપ બાદ તેને ઓવેસિસના પૂર્વ હેડ સંજય શાહને સંબોધીને કરેલા મેસેજનો દિવ્ય ભાસ્કરે ઘટસ્ફોટ કર્યાં બાદ પણ રેલવે પોલીસ હજી આપઘાતની થિયરી પર જ તપાસ કરી રહી છે. યુવતીના આપઘાત બાદ પોલીસ પાસે 17 દિવસથી યુવતીનો મોબાઇલ હોવા છતાં મર્ડરની થિયરી પર તપાસ કરી જ નથી. મરતા પહેલા યુવતીએ કરેલા મેગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતીસેજમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેનું અપહરણ થયું છે અને તેને કોઇ મારી નાખશે. મર્ડરના સંભવિત પુરાવાઓ હોવા છતાં રેલવે પોલીસ આંખ મીચામણા કરે છે અને પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટની રાહ જોઇને બેઠા છે.

દિવ્ય ભાસ્કરે પુરાવા જાહેર કર્યાં છતાં મર્ડર મામલે તપાસ નહીં
વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ આપઘાત નહોતો કર્યો, પણ તેનું વ્યવસ્થિત મર્ડર કરાયું હોય શકે છે. બદનામ ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલી આ યુવતીની સુસાઈડ થિયરી નહીં, પણ મર્ડરની થિયરી તરફ મજબૂત ઈશારા કરતા સ્ફોટક પુરાવા દિવ્ય ભાસ્કરે જાહેર કર્યાં છે. તેમ છતાં રેલવે પોલીસ હજી આપઘાતની થિયરી પર જ તપાસ કરી રહી છે. રેલવે ડીવાયએસપી બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ અને FSLનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. CCTVમાં યુવતીનો કોઇ પીછો કોઇ કરતો હોય તેવુ દેખાતુ નથી. મેડિકલ પુરાવા, સાક્ષીઓની પૂછપરછ કરતા આ આત્મહત્યાનો કેસ હોવાનું બહાર આવ્યું છે. હાલ અમે આપઘાત અંગે તપાસ કરી રહ્યા છીએ.

રેલવે ડીવાયએસપી બી.એસ. જાદવ
રેલવે ડીવાયએસપી બી.એસ. જાદવ

પોલીસે મર્ડરની થિયરી પર તપાસ ન કરી
યુવતીની લાશ મળી એ જ દિવસે પોલીસે તેનો મોબાઇલ કબજે કરી લીધો હતો. આમ 17 દિવસ પહેલા પોલીસને યુવતીના મોબાઇલમાંથી મર્ડરની આશંકા વ્યક્ત કરતો યુવતીનો મેસેજ મળ્યો હોવા છતાં પોલીસે મર્ડરની થિયરી પર તપાસ જ કરી નથી. રેલવે પોલીસ હજી હવામાં હવાતીયા મારી રહી છે અને મર્ડર કેસના એંગલથી તપાસ કરવાને બદલે આપઘાતની થિયરી પર જ કામ કરી રહી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાશે?
સ્વીટી મર્ડર કેસમાં વડોદરા જિલ્લા પોલીસ કેસ ઉકેલવામાં અસક્ષમ સાબિત થઇ હતી અને જેથી વડોદરા જિલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સ્વીટી મર્ડર કેસ ઉકેલી નાખ્યો હતો. તેવી જ રીતે વિદ્યાર્થિની પર ગેંગરેપના કેસમાં પણ રેલવે પોલીસની કામગીરીને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે અને કેસને ઉકેલવામાં તે સક્ષમ જણાતી નથી. તો શું આ કેસ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવશે?

ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી
ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી

મૃતક યુવતીની માતાએ યુવતીના ફોનમાંથી સ્ક્રીનશોટ આપ્યા
ઉલ્લેખનિય છે કે, ગત 3 નવેમ્બરની એ ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS (જીવ બચાવવાનો) લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. ખુદ મૃતક યુવતીની માતાએ જ દિવ્ય ભાસ્કરને યુવતીના ફોનમાંથી આ સ્ક્રીનશોટ આપ્યા હતા. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જોઈ શકાય છે.

યુવતીએ જીવ બચાવવા કરેલા છેલ્લા મેસેજની અક્ષરસઃ વિગતો
રાત્રે 11.31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow... parents dont know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..” (સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું..)

વેક્સિન ગ્રાઉન્ડમા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું
વેક્સિન ગ્રાઉન્ડમા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું

ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી
4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતાં સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વડોદારાના વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
ઓએસિસ સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીએ વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળાફાંસો ખાધો હતો. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં 28 ઓક્ટોબરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યાર બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિતની 25થી વધુ પોલીસની ટીમો નરાધમને શોધવામાં લાગી હતી, છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે.