પરિવારમાં ખુશાલી:ગુમ થયેલી 6 વર્ષની બાળકીને પોલીસે 1 કલાકમાં શોધી કાઢી

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાજરાવાડીથી બાળકી ભૂલી પડતાં પાણીગેટ પહોંચી

ગાજરાવાડી વિસ્તારમાં ગુમ થયેલી 6 વર્ષની બાળકીને પાણીગેટ પોલીસની શી ટીમે 1 કલાકમાં જ શોધી કાઢી હતી. પાણીગેટ પોલીસની શી ટીમને શહેર કન્ટ્રોલ રુમની વર્ધી મળી હતી કે ગાજરાવાડી વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં ટયુશનમાં આવેલી 6 વર્ષની બાળકી મળતી નથી તેવી તેની માતા નિલમ શર્માએ જાણ કરી છે. જેને પગલે હરકતમાં આવેલી પાણીગેટ પોલીસની શી ટીમે ઝીવણટભરી તપાસ કરીને બાળકીને 1 કલાકમાં શોધી કાઢી હતી.

પોલીસે જણાવ્યું કે બાળકીને રોજ તેના પિતા વાડી કુંભારવાડામાંથી ગાજરાવાડી મંગલમ સોસાયટી ચાર રસ્તા પાસે ટયુશન ક્લાસમાં મૂકી જતા હતા અને તેને લેવા પણ આવતા હતા. બુધવારે પિતાને મોડુ થતાં બાળકી એકલી જ ઘેર જવા નીકળી હતી પણ તે ઘરનો રસ્તો ભૂલી ગઇ હતી અને આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે પહોંચી ગઇ હતી. જો કે પીઆઇ કે.પી.પરમારે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ઉંડી તપાસ કરતાં બાળકની આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે મળી આવતાં પરિવારમાં ખુશાલી છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...