તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસે ચોરાયેલા 91 મોબાઇલ શોધીને માલિકોને પરત સોંપ્યા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષમાં ગુમ ફોન શોધવા ટીમ બનાવાઈ હતી

દિવાળીના તહેવાર પહેલા પોલીસે 3 વર્ષમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા 91 મોબાઈલ શોધી કાઢી તેના માલિકોને પરત સોંપ્યા હતા. નાયબ પોલીસ કમિશનર ઝોન -2 સંદિપ ચૌધીએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાં કામગીરી કરતા પીએસઆઈ આર. એન. બારૈયા અને પોલીસ કર્મચારીઓની ટીમની રચના કરાઈ હતી.

આ ટીમ દ્વારા નવાપુરા, રાવપુરા, ગોત્રી, જે.પી.રોડ સહિતના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 3 વર્ષમાં ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોનની પ્રાથમિક માહિતી ભેગી કરી તેના સીડીઆર અને એસડીઆર એનાલીસીસ કરીને બે મહિનાના સમયમાં 91 ફોન બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી મોબાઈલ રિકવર કરાયા હતાં. જ્યારે ખોવાયેલ કે ચોરી થયેલા મોબાઈલ જે તે વ્યક્તિને પરત અપાયા હતાં. પોલીસે દિવાળીમાં તેમના ખોવાયેલા મોબાઈલ પરત મ‌ળતાં અનેકે તેને પોલીસની દિવાળી ગિફ્ટ ગણાવી હતી.

મોબાઈલ ફોન ચોરી કરીને અન્ય સ્થળે વેચી દેવાતા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જે મોબાઈલ ચોરી થાય છે તે મોબાઈલમાંથી પ્રથમ જે તે વ્યક્તિનું સીમકાર્ડ કાઢી તેને ફેંકી દેવામાં આવતું હોય છે. જ્યારે મોબાઈલ ચોરનાર વ્યક્તિ મોટાભાગે આ મોબાઈલને અન્ય વ્યક્તિને સસ્તા ભાવે વેચી પણ દેતો હોય છે.અથવા તે પોતે પણ વાપરતો હોય છે. જ્યારે મોટાભાગના મોબાઈલ અન્ય રાજ્યો કે શહેરોમાં સસ્તા ભાવે વેચી દેવાતા હોવાના કિસ્સા પણ સામે આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો