મોડીરાત્રે ધરપકડની શક્યતા:દુષ્કર્મ કેસમાં બિલ્ડર નવલ ઠક્કરને શોધવા માટે પોલીસે 5 ટીમો બનાવી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મનો આરોપી નવલ ઠક્કર - Divya Bhaskar
દુષ્કર્મનો આરોપી નવલ ઠક્કર
  • ફરિયાદ થયાની જાણ થતાં પરિવારને ‘સેલ્વાસ જઉં છું’ કહી જતો રહ્યો હતો
  • માતા-પિતાની 3 કલાક પૂછતાછમાં આરોપીનું લોકેશન મળ્યું : મોડીરાત્રે ધરપકડની શક્યતા

​​​​​​શહેરમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકલાયેલા બિલ્ડરે સમાજની 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં જે.પી.રોડ પાેલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ આરોપીનો કોઈ પતો લાગ્યો નથી. આરોપીને પકડવા પોલીસે 5 ટીમો કામે લગાવી છે. જો કે પોલીસે આરોપીના માતા-પિતાની 3 કલાક પુછપરછ કરતા આરોપીનું લોકેશન મળ્યું હોવાનું પોલીસે જણાવ્યુ હતું. જેથી મોડીરાત્રે તેની ધરપકડની સંભાવના પ્રબળ બની હતી.

પોલીસ મુજબ ઇલોરાપાર્ક વિસ્તારમાં આમ્રકુંજ સોસાયટીના કાન્હા બંગલોઝમાં રહેતાં નવલ દીપકભાઈ ઠક્કરે (ઉ.વ.43) યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હોવાનો આરોપ યુવતીના પિતાએ ફરિયાદમાં કર્યો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા માટે પાંચ ટીમો કામે લગાડાઈ છે જેમાં 2 જે.પી.પોલીસ અને 1 ગોત્રી, પીસીબી અને ડીસીબીએ પણ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીના સગા-સંબંધીઓ, પરિવારજનો અને સંભવીત આશ્રય સ્થાનો ખાતે નવલની તપાસ કરી હતી પરંતુ તેની કોઈ કડી મળી ન હતી. આરોપી નવલને શોધવા પોલીસની 1 ટીમ નિવાસસ્થાને ગઇ હતી. ત્યારે પરિવારે જણાવ્યું હતું કે ‘ગુરુવારે સાંજે સેલ્વાસ જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ વાત થઇ ન હતી. પોલીસ પ્રમાણે ‘પોલીસ કેસની જાણ થઇ જતાં તે વડોદરાથી ભાગી ગયો છે.

નવલ ઠક્કર રોડ માર્ગે ભાગી ગયો
દુષ્કર્મ પ્રકરણમાં ફરાર આરોપી નવલ ઠક્કર રોડ માર્ગે ભાગ્યો હોવાનું તપાસમાં સપાટી પર આવ્યું છે. તપાસ ટીમે નવલ ઠક્કરને વિવિધ પ્રકારની પ્રવાસ ટિકિટની સર્વિસ આપતાં એક એજન્ટની પોલીસે પૂછપરછ કરી હતી. જોકે નવલે ​​​​​​​છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ટિકિટ બુક નહીં કરાવી હોવાનું જણાવ્યું હતું.

નવલને શોધવા ટેક્નિકલ સર્વેલન્સ : મિત્રો અને સગા-વ્હાલાનાં ફોન પર વિશેષ ધ્યાન
દુષ્કર્મ પ્રકરણમાં આરોપી નવલ ઠક્કરને પકડવા શહેર પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. નવલ ઠક્કરના મિત્રો અને સગાં-વ્હાલાંના મોબાઈલ ફોન પર પણ વિષેશ નજર રાખવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...