પતિનું પરાક્રમ:વડોદરામાં પત્ની પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચતા પતિએ પોલીસ સ્ટેશનની તિજોરીના કાચ પર માથું પછાડી મુક્કા માર્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
જેપી રોડ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
જેપી રોડ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • સરકારી મિલકતને નુકસાન, મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે પઠનમાં ઇનકાર કર્યો હોવા છતાં દોરમાં જતા પત્નીને ઢોર મારમારી માતા-પિતાનેને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પત્ની ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચતાં પાછળ દોડી આવેલા પતિએ પોલીસ મથકના રૂમમાં રાખેલી તિજોરીના કાચ ઉપર માથું પછાડી મુક્કા મારી જાતે ઇજાગ્રસ્ત થયાનો બનાવ જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન, મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીનું માથું દીવાલમાં અથાડી ધમકી આપી
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી સાહિસ્તાબાનુએ ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ રિયાઝુદ્દીન શેખ થ્રી વ્હીલ ટેમ્પોમાં ગેસ બોટલની ડિલિવરીનું કામ કરે છે. અગાઉ ઘર ખર્ચ માટે પતિ સાથે તકરાર સર્જાતા સમાધાન થયું હતું. ઈદ-એ-મિલાદ નો મહિનો કોઈ મહોલ્લામાં નબી સાહેબનું પઠન ચાલતું હોય જેથી સાસુ તથા જેઠાણી સાથે દોરમાં ગયા હતા. ના કહેવા છતાં તું દોરમાં કેમ ગઈ તેમ કહી પતિએ મારું માથું દીવાલમાં અથાડી સાસુ-સસરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પતિને આંગળી ઉપર ઈજા પણ પહોંચી
સાહિસ્તાબાનુ તથા સાસુ સસરા જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચતા પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોલીસ મથકમાં મારી પત્નીએ મારા વિરુદ્ધ અરજી આપી છે જેથી હવે તેને રાખવી નથી તેમ કહી તિજોરીમાં કાચ ઉપર માથું પછાડી મુક્કા માર્યા હતા. આ ઘટનામાં મારા પતિને આંગળી ઉપર ઈજા પણ પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...