કાર્યવાહી:વડોદરામાં ધર્માંતરણ અને ફન્ડીગ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં 1860 પાનાનું ચાર્જશીટ રજુ કર્યું

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ફાઈલ તસવીર - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ફાઈલ તસવીર
  • વિદેશથી હવાલા મારફતે 80 કરોડ કોણે કોણે મોકલ્યા તેની તપાસ શરૂ કરાઈ

શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડીગ મામલાની તપાસ કરી રહેલી શહેર પોલીસની એસઆઇટીની ટીમે કેસની ઉંડી તપાસ કરીને કોર્ટમાં આરોપીઓ મોહમદ હુસેન ગુલામ રસુલ મનસુરી, સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહમદ ઉમર ધનરાજસિંગગૌતમ સામે કોર્ટમાં 1860 પાનાનું ચાર્જશીટ રજુ કર્યું હતું.

ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવા બાબતે ગુનો દાખલ
પોલીસે જણાવ્યું હતું કે, યુપીમાં સૌ પ્રથમ ઉમર ગૌતમ સહિતના સાગરીતો સામે ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવા બાબતે ગુનો નોંધાયો હતો. જેની તપાસમાં વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ ફન્ડીગ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી એસીપી ક્રાઇમ ડી.એસ. ચૌહાણની આગેવાનીમાં શહેર એસઓજીની બનાવાયેલી એસઆઇટીની ટીમે ઝીણવટભરી તપાસ શરુ કરી પાણીગેટ હરણખાના રોડ પર આવેલ મુસ્લીમ મેડીકલસેન્ટર ખાતે આવેલ આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

હવાલાના 60 કરોડ મેળવી તથા આફમી ટ્રસ્ટમાં મોકલ્યા
આ તપાસમાં 20014થી અત્યાર સુધી રૂપિયા 190360449 આફમી ટ્રસ્ટના એફસીઆરએ ખાતામાં યુ.એ.ઈમાં રહેતા મુસ્તુફા સૈફ ઉર્ફ મુસ્તુફા થાનાવાલાએ કમીશન એજન્ટ સાહેદ ઝોહર ઉફે કાઇડ ઝોહર મોહમાંદ હુશેન ઘોળકાવાલા ( રહે. દુબઈ)ની મારફતે રોકડ નાણા હવાલા મારફતે દુબઇથી મુુંબઇ ખાતે ઈમરાન ઉર્ફ રાહુલ ધોળકાવાળાને મોકલ્યા બાદ આ નાણાં ઈમરાન ઉર્ફ રાહુલે આાંગડીયા પેઢીઓ મારફતે વડોદરા ખાતે આફમી ચેરીટેબલ ટ્રસ્ટન ફરીદ સૈયદનાને મોકલી આપ્યા હતા અને ત્યારબાદ આ નાણાં સલાઉદ્દીન શેખના કહેવાથી એકાઉન્ટન્ટ ફરીદ સૈયદે મુુંબઈથી વડોદરા ખાતે તેમજ ધુલીયા, અમરાવતી, જલગાવ, ભુજ ખાતે અલગ અલગ વ્યકતીઓ દ્વારા આાંગડીયા પેઢીઓ મારફતે આવેલ હવાલાના 60 કરોડ મેળવી તથા આફમી ટ્રસ્ટમાં એફસીઆરએ ખાતામાં આવેલા પૈસા મેળવી કુલ રૂપિયા 790360449 મેળવ્યા હતા.

તપાસમાં ખોટા અને બનાવટી બિલની માહિતી મળી
તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે આઈ.એચ.કાસુવાલા પેઢી અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ વચ્ચે થયેલ વેપારની ગોઠવણ અનુસાર કુલ રૂપિયા 16529687ના ખોટા અને બનાવટી બિલો બનાવાયા હતા અને તે પૈકી રૂપિયા 9465462 ની બોગસ એન્ટ્રીઓ પાડી હતી. આ રકમ 60 કરોડ રુપીયાનો ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો અને ધર્માંતરણ પ્રવૃત્તી માટે તથા દિલ્હી રમખાણ અને પ્રદર્શનને પ્રોસ્તાહન આપવા માટે ઉપયોગ કર્યો હતો.

આરોપીઓની ભૂમિકા

(1) મોહમદહુસેન ગુલામરસુલ મન્સૂરી, હુસેન ગુલામરસુલ મન્સસૂરીએ સલાઉદ્દીને હવાલાથી મેળવેલ ફન્ડીગ અને ધર્માંતરણ માટેના ફન્ડીગના દસ્તાવેજી પુરાવાની પેન ડ્રાઇવનો નાશ કર્યો હતો. (2) સલાઉદીન જૈનુંદીન શેખ, આફ્મી ચેરીટેબલ ટર્ટના મુખ્ય ટ્રસ્ટી અને તેણે અન્યોની સાથે મળીને આફમી ચેરીટેબલ ટર્ટની આડમાં એફસીઆરએ અને હવાલાથી પૈસા મેળવી ધર્માંતરણ સહિત અન્ય પ્રવૃત્તીમાં ફન્ડીગ કર્યું હતું. (3) મોહમદ ઉમર ધનરાજસિંગ ગૌતમ,ઉમર ગૌતમે 200થી વધુ યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા હતા અને 10 મુકબધિર સહિત 1 હજાર લોકોનું પણ ધર્માંતરણ કરાવ્યું હતું.

મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર હુસેન મનસુરીએ પેન ડ્રાઇવ તોડી હતી
પોલીસે જણાવ્યું હતું કે, મોહમદ અહમદ તેમજ અન્ય લોકોને મોટી રકમ વડોદરાના પીએમ આંગડિયા મારફતે મોકલાયા હતા અને મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મહમદહુસેન ગુલામ રસુલ મન્સસુરીએ સલાઉદ્દીન શેખે હવાલાથી મેળવેલ ફંડિંગ અને ધર્માંતરણ અને દિલ્હી મોકલેલ ફંડના પુરાવાવાળી પેનડ્રાઇવનો નાશ કર્યો હતો તથા સલાઉદ્દીને ટ્રસ્ટના હેતુની વિરુદ્ધ જઇ મસ્જીદ બનાવામાં ફંડનો ઉપયોગ કર્યો હતો. પોલીસની તપાસમાં હુસેન મન્સુરીનો પણ રોલ જણાતા તેની સામે પણ ગુનો નોધાયો હતો

ધર્માંતરણ અને ફંડિંગમાં કોનો શું રોલ?

  • મોહમદહુસેન ગુલામરસુલ મન્સુરી, (રહે.શ્યામવાલા કોમ્પ. ભદ્ર કચેરી સામે)
  • હુસેન ગુલામરસુલ મન્સુરીએ સલાઉદ્દીને હવાલાથી મેળવેલ ફંડીગ અને ધર્માંતરણ માટેના ફંડીગના દસ્તાવેજી પુરાવાની પેન ડ્રાઇવનો નાશ કર્યો હતો.
  • સલાઉદીન જૈનુદ્દીન શેખ (રહે. કૃષ્ણદીપ ટાવર, ફતેગંજ)
  • આફ્મી ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને તેણે અન્યોની સાથે મળીને આફમી ચેરીટેબલ ટ્રસ્ટની આડમાં એફસીઆરએ અને હવાલાથી પૈસા મેળવી ધર્માંતરણ સહિત અન્ય પ્રવૃત્તીમાં ફંડીગ કર્યું હતું.
  • મોહમદ ઉમર ધનરાજસિંગ ગૌતમ (રહે, દિલ્હી)
  • ઉમર ગૌતમે 100થી 200 જેટલી યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા હતા અને 10 મુકબધિર સહિત 1 હજાર લોકોનું પણ ધર્માંતરણ કરાવ્યું હતું.

અબ્દુલ્લા ફેફડાવાલા સહિત 2 વોન્ટેડ
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં અબ્દુલ્લા આદમ ફેફડાવાલા (હાલ રહે. યુકે) મૂળ નબીપુર, ભરૂચ) તથા મુસ્તુફા સૈફુદ્દીન અકબરઅલી થાનાવાલા (મૂળ રહે. અંધેરી, હાલ દુબઇ)ને હજુ પકડવાના બાકી છે. તેમને હાજર થવા અવાર નવાર સમન્સ મોકલ્યા છે પણ તેઓ હજુ સુધી હાજર થયા નથી.