તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ શરૂ:ગોત્રી લવ જેહાદ કેસમાં સમીર કુરેશીના માતા-પિતાને શોધવામાં પોલીસ નિષ્ફળ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ચકચારી લવ જેહાદ કેસમાં પીડિતાનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાના કેસમાં ફરાર આરોપીનાં માતા-પિતા સહિત 3ના હજુ કોઇ સગડ મળતા નથી. ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો શોધખોળ કરી રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું જો કે એક સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની કોઇ ભાળ મળી ન હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતાં તેઓ હાલોલ તરફ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું પણ ત્યાં તપાસ કરાતા કોઇ પણ મળી આવ્યું ન હતું. સમીરના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર, મિત્ર અલ્તાફ ચૌહાણ અને નૌશાદ શેખ સહિતના શખ્સોનો કોઇ જ પત્તો મળતો નથી.

તમામ હાલ ભૂગર્ભમાં જતાં રહ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી તમામનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...